છ એરલાઈન્સોએ તેલગુદેશમ પાર્ટીના સાંસદ જે. સી. દિવાકર રેડ્ડીને નો-ફ્લાઈ લિસ્ટમાં મૂકી દીધા છે. દિવાકર રેડ્ડીને ગુરુવારે મોડી સાંજે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ એરલાઈન્સના સ્ટાફે પ્રવેશ આપ્યો ન હતો.
ટીડીપીના સાંસદને પ્રવેશ ના અપાતા એરપોર્ટ પર કથિતપણે હંગામો કર્યો હતો. તેમના ઉપર એક કર્મચારીને ધક્કો મારવાનો અને એક પ્રિન્ટરને જમીન પર ફેંકવાનો આરોપ પણ લગાવાયો છે.
આ હંગામા બાદ દિવાકર રેડ્ડીને ઈન્ડિગો, એરઈન્ડિયા, સ્પાઈસજેટ, ગોએર, જેટ એરવેઝ અને વિસ્તારા એરલાઈન્સે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આમ, તો વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરથી ટીડીપીના સાંસદે ઈન્ડિગોની તે જ ફ્લાઈટથી મોકલ્યા હતાં.
બાદમાં તેમની હવાઈ મુસાફરી પર પ્રતિબંધ લગાવાયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજૂ પણ ટીડીપીના સાંસદ છે. ઈન્ડિગોના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે રેડ્ડીને હવે ઈન્ડિગોની વિમાનસેવાની સુવિધા ઉપલબ્ધ નહીં બને.