GSTV
Home » News » દિલ્હી પોલીસ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની કરી શકે છે પૂછપરછ

દિલ્હી પોલીસ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની કરી શકે છે પૂછપરછ

દિલ્હીમાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે થયેલી મારામારી મામલે દિલ્હી પોલીસ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની પૂછપરછ કરી શકે છે.

મુખ્ય સચિવ સાથે થયેલી મારપીટ મામલે દિલ્હી પોલીસ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લેવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને તપાસ હાથધરી હતી.

તપાસ દરમ્યાન પોલીસે કેજરીવાલના નિવાસ સ્થાનેથી 21 સીસીટીવી કેમેરાના ડીવીઆર જપ્ત કર્યા હતા.  દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર દિલ્હીમાં સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલે સમગ્ર ઘટનાક્રમ બાદ ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે સોમવારે દિલ્હીમાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટ કરવામાં આવી હોવાન ઘટના બની હતી. જે બાદ અંશુ પ્રકાશે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Related posts

ગણતંત્ર દિવસે કોંગ્રેસે વડાપ્રધાનને બંધારણની કોપી મોકલાવી, સરકારના નિર્ણયો બંધારણના ભંગ સમાન

Nilesh Jethva

58 વર્ષીય આધેડને કિશોરી સાથે થયો પ્રેમ, પછી થયું એવું કે…..

pratik shah

રાજકોટમાં રાજતીલકની તડામાર તૈયારીઓ શરૂ, કથાકાર મોરારીબાપુ આશીર્વાદ આપવા પહોંચ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!