GSTV

દિલ્હી : કપિલ મિશ્રાએ કેજરીવાલની વધારી મુશ્કેલી

દિલ્હીમાં કેજરીવાલ સરકારે રાજ્યસભાની બેઠક માટે ત્રણ ઉમેદવારની જાહેરાત કરતા આમ આદમી પાર્ટીમાં ધમાસાણ સર્જાયું છે. દિલ્હી સરકારના પૂર્વ જળ મંત્રી કપિલ મિશ્રાએ કેજરીવાલની મુશ્કેલી વધારી છે. કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટીના દિવંગત કાર્યકર્તા સંતોષ કોલીના માતા કલાવતી કોલી સુશીલ ગુપ્તા વિરૂદ્ધ ઉમેદવારી પત્રક ભરવાની જાહેરાત કરી છે.

ગત્ત દિવસે આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની બેઠક માટે ત્રણ ઉમેદવારની જાહેરાત કરી હતી. જેનો વિરોધ કપિલ મિશ્રાએ કર્યો હતો. કપિલ મિશ્રાએ કેજરીવાલ સરકાર પર ટિકિટ માટે મોટી રકમ લીધી હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે બાદમાં સશીલ ગુપ્તાએ કપિલ મિશ્રાના તમામ આરોપોને ફગાવ્યા હતાં. મહત્વનું છે કે રાજ્યસભાની બેઠક માટે દિલ્હીમાં આજે મતદાન થવાનું છે જેથી આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે.

Related posts

ભારતમાં જ્યાં સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો, તે રાજ્યએ આ રીતે મેળવી લીધો કાબૂ

Pravin Makwana

સાપના સૂપ માટે જાણીતી હતી આ ફેમસ રેસ્ટોરન્ટ, આ કારણે હવે નથી આવતું એક પણ ગ્રાહક

Arohi

કોરોનાની કંપારી વચ્ચે એપ્રિલમાં ત્રાટકશે બમ ચક્રવાત, આ વિસ્તારને કરશે સૌથી વધારે અસર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!