GSTV

દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં વરસાદ, પ્રદુષણની સમસ્યામાં થોડી રાહત

Last Updated on November 18, 2017 by

દિલ્હીમાં સ્મોગના સંકટ વચ્ચે શુક્રવારે રાતે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે દસ દિવસથી ચાલી રહેલા પ્રદુષણની સમસ્યામાં થોડી રાહત મળી છે.

વરસાદને કારણે ઠંડીનુ પણ જોર વધ્યુ હતુ. કાશ્મીરમાં બરફવરસા બાદ ઉત્તર ભારતના મેદાની વિસ્તારમા ઠંડી વધવાની શરૂઆત થઇ ચૂકી છે.

જો કે વરસાદને કારણે પ્રદૂષણથી રાહત મળવાની આશા છે. ૧ર નવેમ્બર બાદ દિલ્હી એનસીઆરમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચી ગયુ હતુ. દિલ્હીમાં પ્રદૂષણ વધતા દિલ્હીમાં રહેલા વિવિધ એકસો પાંચ દેશોના રાજદૂત પણ ચિંતિત બન્યા હતા. કેટલાક રાજદૂત દિલ્હી છોડીને કેટલાક દિવસો માટે અન્ય શહેરોમાં રહેવા જતા રહ્યા હતા.

થોડા દિવસ પહેલા દિલ્હી એનસીઆરમાં સ્મોગનો કેર જોવા મળ્યો હતો. તો દિલ્હીના મયુર વિહાર ફ્લાય ઓવર પર રાતના સમયે વિઝિબિલીટી ઝીરો જોવા મળી હતી.

માત્ર 10 પગલા દુર કોઈ વ્યક્તિ હોય તો પણ જોવા મળતો ન હતો. જેથી વાહન અકસ્માતનો ખરતો ઘણો વધી ગયો હતો.

સ્મોગના કારણે સામે ઉભા રહેલા વાહનો પણ જોવા મળતા ન હતા. વાહનોની ઝડપ બિલકુલ ધીમી થઈ ગઈ હતી, તો ઈન્ડિયા ગેટ ખાતે પણ ખુબ જ ઓછી વિઝીબિલિટી જોવા મળી.

રાજધાની નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સ્મોગને કારણે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં છ ગણો વધારો થયો હોવાનું જણાવ્યું હતું જેમાં હાલમાં ઘટાડો થયો છે.

Related posts

ગુજરાતમાં ચૂંટણીને લઈને મોટા સમાચાર: ભારતીય જનતા પાર્ટીને મળી ગઈ મોટી રાહત, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં

Pravin Makwana

લ્યો બોલો! પહેલાં જ દિવસે મ્યુનિ. બસોમાંથી 13 હજાર મુસાફરો મળી આવ્યાં વેક્સિન વિનાના, અપાઇ ઓન ધ સ્પોટ રસી

Dhruv Brahmbhatt

ખુશખબર / રાજ્ય સરકારે આપ્યો ૩ લાખ ટેબ્લેટનો ઓર્ડર, જાણો કયા વર્ષના વિદ્યાર્થીઓને મળશે લાભ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!