GSTV
Home » News » દિલ્હીમાં સિલિંગ કાર્યવાહી વિરુદ્ધ આપ પાર્ટીનું પ્રદર્શન, દિલ્હી પોલીસે કર્યો લાઠીચાર્જ

દિલ્હીમાં સિલિંગ કાર્યવાહી વિરુદ્ધ આપ પાર્ટીનું પ્રદર્શન, દિલ્હી પોલીસે કર્યો લાઠીચાર્જ

આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ચાલી રહેલા સીલિંગ કાર્યવાહી વિરુદ્ધ સંસદ માર્ચનું આયોજન કર્યુ. જેમાં પાર્ટીના કેટલાય નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. આપે કહ્યું કે, દિલ્હી પોલીસે મહિલાઓ સહિત પાર્ટીના કેટલાય કાર્યકર્તોઓ પર લાઠીચાર્જ કર્યો. ત્યારે બીજી તરફ આપના 3 રાજ્યસભા સાંસદ પહેલીવાર સંસદ પહોંચ્યા અને ધરણા પર બેસી ગયા.

આપનો આરોપ છે કે દિલ્હી પોલીસે આપ નેતા ઋચા પાંડે તેમજ આશુતોષ સાથે ખરાબ વર્તન કર્યુ. જે દિલ્હીના બજારોમાં ભાજપના સીલિંગ અભિયાન વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા.  દિલ્હી પોલીસે ભાજપના સીલિંગ અભિયાન વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ કાઉન્સિલરો પર કારણ વગર જ લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. સીલિંગ અભિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલ દેખરેખ સમિતિ હેઠળ રહેણાંક સંપત્તિઓનો વ્યવસાયિક ઉપયોગ વિરુદ્ધ ચલાવવામાં આવી રહ્યુ છે અને આ કાર્ય ભાજપની આગેવાનીમાં ત્રણ નગર નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Related posts

રાજકીય પાર્ટીઓનું કવચ બનેલા ‘હિન્દુત્વ’ પર આગામી દિવસોમાં સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

Pravin Makwana

ઓ બાપ રે, હવામાન વિભાગે ઉનાળા મામલે કરી ભારે આગાહી, કરી લો તૈયારી

Nilesh Jethva

નીતિશ કુમાર ભાજપને આપશે દગો : એકલા હાથે ચૂંટણી લડવાના આ છે દાવપેચ, હવે કરી આ માગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!