ભાજપે મિશન 2019ની તૈયારી શરૂ કરી છે. દિલ્હીમાં ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી જેમા વ઼ડાપ્રધાન મોદી સહિત પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પહોંચ્યા છે.
બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ અને નાણા મંત્રી અરૂણ જેટલીના અભિભાષણની બુકલેટ તમામ સાંસદોને આપવામાં આવી છે. બુકલેટના આધારે તમામ સાંસદો પોતાના મત વિસ્તારમાં મોદી સરકારની નીતિનો જોર-શોરથી પ્રચાર અને પ્રસાર કરશે.
ભાજપે લોકસભાની ચૂંટણીના 14 મહિના પહેલા જીત માટે તૈયારી શરૂ કરી છે. સૂત્રોનુ માનીએ તો રાષ્ટ્રપતિના અભિભાષણને સરકારે બુકલેટનું સ્વરૂપ આપ્યું છે. આ બુકલેટમાં 2014 બાદ સરકારની તમામ કામગીરીને નોંધવામાં આવી છે.