GSTV
Home » News » દિનેશ કાર્તિકે ધડાધડ 8 બોલમાં 29 રન ફટકાર્યાં, એવી જીત કે આખુ સ્ટેડિયમ નાગીન ડાન્સ કરવા લાગ્યું

દિનેશ કાર્તિકે ધડાધડ 8 બોલમાં 29 રન ફટકાર્યાં, એવી જીત કે આખુ સ્ટેડિયમ નાગીન ડાન્સ કરવા લાગ્યું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો આ મેચ હંમેશા યાદ રહે એવો હતો. જેનું કારણ કંઈક આવુ છે. ભારતનો દાવ ચાલી રહ્યો હતો અને રોહિતનાં આઉટ થયાં પછી મનીષ પાંડે અને વિજય શંકરે મેચ સંભાળ્યો. આ પહેલા ભારતે દિનેશ કાર્તિકને બદલે શંકરને ઉપર મોકલીને પ્રયોગ કર્યો હતો. પરંતુ બીજી સ્ટ્રાઈક પર પાંડે આગળ રહ્યો અને રોહિત પછી મેચ એના હાથમાં હતી. તેઓ સતત હિટ મારતો રહ્યો પરંતુ પછી એક તક એવી આવી કે જ્યારે મનીષ પાંડેના બોલરો દ્વારા પોતાના અનુયાયી પ્રયાસમાં આઉટ કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો. શંકરે લગાતાર ચાર બોલ ખાલી ફેંકી દીધા. પાંચમાં બોલે સિંગલ લઈને સ્ટ્રાઈક પાંડેને આપી. આ પછી 34 રનની જરૂર હતી અને બે ઓવર બાકી હતી

એ રીતે મેચ આગળ ચાલતી ગઈ અને દિનેશ કાર્તિક મેદાનમા આવ્યો. દિનેશ કાર્તિકે આવતા વેંત જ પહેલા બોલમાં સિક્સ મારી દીધી. બીજો બોલ અને ચોક્કો. બે બોલમાં 10 રન. પ્રેમદાસા સ્ટેડિયમ આખું ભરેલું હતું. ત્રીજી બોલ અને ફરીથી મિડ-વિકેટથી ઉપર લાંબો છગ્ગો. ચોથા બોલ પર બીટ. 5માં બે રન લીધા. હવે 7 બોલમાં 16 રનની જરૂર હતી. છેલ્લા બોલમાં કાર્તિકે ફરીથી ચોક્કો મારી દીધો. એટલે કે દિનેશ કાર્તિકે 6 બોલમાં 22 રન બનાવ્યા હતા.

પછી વાશિંટન સુંદર આવ્યો. પરંતુ કાર્તિક બેટિંગ કરતો હતો. છેલ્લા બોલમાં 5 રનની જરૂર હતી. કાર્તિકે વધારાના કવર પર છગ્ગો મારી દીધો. સમગ્ર પ્રેમદાસા સ્ટેડિયમ નાગિન ડાન્સ કરવા લાગ્યું. કાર્તિકે 8 બોલમાં 29 રન ફટકાર્યા હતાં.

READ ALSO

Related posts

યમુના નદીના વધી રહેલાં જળસ્તરને જોતા દિલ્હીવાસીઓ ભયમાં, કેજરીવાલે બોલાવી આપાતબેઠક

Mansi Patel

કોર્ટમાં અલ્પેશ અને ધવલસિંહ વિરૂદ્ધ અરજદારના વકિલની ધારદાર રજૂઆત, ક્રોસ વોટિંગ પડી શકે છે મોંઘુ

Dharika Jansari

ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ, ફરવા માટેનું સુંદર સ્થળ જે દિલ્હીથી છે ફક્ત 10 કલાક દૂર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!