દહીં નથી ભાવતું? ફાયદા જાણશો તો આજથી જ ખાતા થઇ જશો

ભાગ્યેજ કોઇ ઘર હશે જ્યાં દહીં ના ખવાતું હોય. ખરેખર તો દહીં એક રસાયણ છે જેમાં લેક્ટોબેલેસિસ નામના બેક્ટેરિયા હોય છે. આમને પ્રોબાયોટિક્સ પણ કહેવામાં આવે છે. દહીં અને છાશ શરીર માટે અમૃત સમાન છે અને તેના એક નહીં અનેક લાભ છે….

– દહીં ખાવાથી પેટના રોગો અને અલ્સર મટે છે. માથામાં દહીં લગાવીને નહાવાથી ઉંઘ સારી આવે છે. આ લગાવ્યાં પછી વાળમાં શેમ્પૂ લગાવવાની જરૂર નથી રહેતી. દહીં ઘસીને નહાવાથી સ્કિન સોફ્ટ બને છે.

– માદા ઉંટના દૂધથી બનેલા દહીંથી કબજિયાત અને પેટનો દુખાવો મટે છે. બકરીના દૂધના દહીંથી ખાંસી અને હરસ મટે છે. ભેંસના દૂધના દહીંથી કફની તકલીફમાં રાહત મળે છે. ગાયના દૂધના દહીંથી લૂઝ મોશન અને માથાનો દુખાવો મટે છે. ગાયના દૂધથી બનેલા દહીંમાં ભેંસના દૂધથી બનેલા દહીં કરતાં ચરબી ઓછી હોવાથી વજન વધતુ નથી. 

જાણવા જેવી વાત

ફોર્મેન્ટેશનની પ્રક્રિયા પછી દૂધમાંથી દહીં બને છે. તેથી દૂધ કરતાં દહીંમાં શુગરનું પ્રમાણ ઓછું હોય છે. ઘણાં લોકો બીમારી થવાના ભયને લીધે આને રાતે ખાતાં નથી પરંતુ ખરેખર તો આને ગમે ત્યારે ખાઈ શકાય છે. બસ ફ્રિઝમાંથી કાઢેલું દહીં તરત ના ખાવું જોઈએ. 

દહીં ઝડપથી પચી જાય છે અને તેમાં રહેલા કેલ્શિયમ ડાયાબિટિસના જોખમને પણ ઘટાડે છે. રોજે એક વાડકી દહીં જરૂર ખાવું જોઈએ. જેમને દૂધ ના ભાવતું હોય તેમણે દહીં ખાવું જોઈએ.

Read also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter