દર ગુરુવારે કરો આ એક કામ, હંમેશ માટે દૂર થઇ જશે દરિદ્રતા

જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિને ગુરુની ઉપાધિ પ્રાપ્ત છે. સંસારના સમસ્ત પ્રાણીઓમાં બૃહસ્પતિનો પ્રભાવ સૌથી વધારે માણસના જીવન પર પડે છે. બૃહસ્પતિ ભાગ્ય, ધર્મ, અભ્યાસ, મોક્ષ, દાંપત્યજીવન અને યાત્રાનો કારક માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં ગુરુને દરેક પ્રકારની આપદા-વિપદામાંથી માનવની રક્ષા કરનાર ગ્રહ માનવામાં આવે છે. ગુરુવારે થોડી જળકુંભી ઘરે લાવવી અને તેને નવા પીળા રંગના કપડામાં બાંધી અને મંદિરમાં રાખી દીવો-ધૂપ કરવો. દીવો-ધૂપ કર્યા પછી તેને કપડા સહિત રસોડામાં બાંધી દેવી. આ પ્રયોગ દર ગુરુવારે કરવો, દર ગુરુવારે નવી જલકુંભી લાવી અને રસોડામાં બાંધી દેવી. રસોડામાંથી ઉતારેલી જળકુંભી નદીમાં પ્રવાહિત કરી દેવી. જળકુંભી કોઈપણ તળાવમાં સરળતાથી મળી જાય છે. આ ઉપાય કરનારના ઘરમાંથી દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે.

જો તમે પણ ગૃહસ્થ જીવનમાં અપાર સુખ અને શાંતિ મેળવવા માંગતા હોય તો દર ગુરુવારે આ ઉપાય કરવાથી માન-સન્માનમાં વધારો થાય છે. મનવાંચ્છીત સુખ પ્રાપ્ત થઈ શકે છે. આ કાર્ય દર ગુરુવારે કરવાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter