દરરોજ સવારે ૧ મુઠ્ઠી દેશી ચણા ખાવાથી થશે અઢળક ફાયદા…

દેશી ચણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણાં જ ફાયદાકારક છે. તેમાં રહેલાં કાર્બોહાઈડ્રેટ્સ, સોડિયમ, ઝિંક, કોપર, મેગનીઝ, ફોલિક, પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ અને આયર્ન શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવામાં મદદ કરે છે. દરરોજ સવારે નાસ્તામાં ૫૦ ગ્રામ (૧ મુઠ્ઠી) ચણા રાતે પલાળી ખાવાથી શરીર સ્વસ્થ રહેવાની સાથે રોગો સામે રક્ષણ મળે છે. આ શરીર માટે ટોનિકનું કામ કરે છે. આ સિવાય તમે ફણગાવેલાં ચણા પણ ખાઈને ફાયદા મેળવી શકો છો.

           સવારે ૧ મુઠ્ઠી દેશી ચણાને ધોઈને સાફ પાણીમાં પલાળી દો. રાતે સૂતી વખતે તેનું પાણી કાઢી ચણાને એક ભીના સૂતરાઉ કપડાંમાં લપેટીને હવામાં ટીંગાડીને બાંધી દો. બીજા દિવસે સવાર સુધી ચણા ફણગી જશે. સીધા ફણગાવેલાં ચણા ન ખાવા. તેને થોડાં તેલમાં ફ્રાય કરીને ખાવા. ઈચ્છો તો બારીક કાપેલાં ડુંગળી, ટામેટાં પણ મિક્સ કરી શકો છો. પછી તેને સારી રીતે ચાવી-ચાવીને ખાવા. આ સિવાય તમે રાતે સાફ પાણીમાં ચણા પલાળી સવારે એમ જ ખાઈ શકો.

રાતે પલાળેલા ચણા અથવા ફણગાવેલાં ચણા ખાવાના ફાયદા:

-ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે ખાવાથી ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

-ચણામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સનું સ્તર નીચું હોય છે. તેમાં રહેલું ફાઈબર અને પ્રોટીન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે.

-ચણામાં રહેલું આયર્ન એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

-ચણામાં રહેલું અલ્ફા લિનોલેનિક એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હાર્ટ એટેકથી બચાવે છે.

-ચણામાં રહેલાં એમિનો એસિડ્સ સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે, ટેન્શન અને સ્ટ્રેસને દૂર રાખે છે.

-ચણામાંથી દૂધ અને દહીં જેટલું કેલ્શિયમ મળી રહે છે, જે હાડકાંને તંદુરસ્ત અને મજબૂત રાખે છે.

-ચણામાં ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે જે હીમોગ્લોબિનના લેવલને વધારે છે અને કિડનીમાંથી વધારાના ક્ષાર બહાર કાઢે છે.

-ચણામાં રહેલા આયર્ન, પ્રોટીન સહિતના મિનરલ્સથી શરીરને એનર્જી અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. જે નબળાઈથી બચાવે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter