GSTV
Home » News » થપ્પડકાંડમાં કેજરીવાલે મૌન તોડ્યું, હું જિદ્દી હોઈશ પણ હિંસાત્મક નહીં

થપ્પડકાંડમાં કેજરીવાલે મૌન તોડ્યું, હું જિદ્દી હોઈશ પણ હિંસાત્મક નહીં

થપ્પડ કાંડમાં દિલ્લીના સીએમ કેજરીવાલે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું હું જિદ્દી હોઈશ પણ હિંસાત્મક નહીં. અમે ક્યારેય હિંસા નથી કરતા.

કેજરીવાલે આ પ્રકારનું નિવેદન આપી પોતાનો બચાવ કર્યો છે. મુખ્ય સચિવ સાથે થયેલી મારામારી બાદ અરવિંદ કેજરીવાલે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. મામલે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો જેલમાં બંધ છે.

અરવિંદ કેજરીવાલે એક વીડિયો જાહેર કરીને પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને કોઈપણ પ્રકારની રાહત આપી નથી.

19 ફેબ્રુઆરીના રોજ અંશુ પ્રકાશ સાથે મારામારી કરવામાં આવી હતી. જે બાદ અંશુ પ્રકાશે આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા અને પ્રકાશ જારવાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેથી બન્ને ધારાસભ્યોને કાયદાકીય પ્રક્રિયા બાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

PoK ભારતનું અભિન્ન અંગ છે,પાકિસ્તાની સેનાએ પીઓકે ખાલી કરી દેવું જોઇએ: આ નેતાનું બયાન

Riyaz Parmar

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!