ત્વચાની રોનક પરત લાવશે લીંબુ, હોમ મેડ સ્ક્રબથી નિખારો ચહેરો

લીંબુનો ઉપયોગરસોઈમાં જેટલો જરૂરી છે તેટલો જ જરૂરી સૌદર્ય વધારવા માટે છે. લીંબુનો ઉપયોગ કરીઅને ત્વચાનું સૌંદર્ય વધારી શકાય છે. તૈલીય ત્વચા ધરાવતા યુવક અને યુવતી બંનેલીંબુનો ઉપયોગ કરી શકે છે. ત્વચાની સુંદરતા વધારવા માટે લીંબુનો ઉપયોગ કઈ કઈ રીતેકરી શકાય તે જાણી લો આજે.

– લીંબુને અડધુ કાપી તેના પર ખાંડ મુકી તેને ચહેરા પર સ્ક્રબની જેમ ઉપયોગમાં લેવું. લીંબુ ખાંડથી હળવા હાથે મસાજ કરવાથી ત્વચાની ડેડ સ્કીન નીકળી જશે અને ત્વચા કાંતિમય દેખાશે.

લીંબુની છાલનો ઉપયોગ કોણી અને ઘુંટણની કાળી ત્વચા પર પણ કરી શકાય છે. લીંબુની છાલથી મસાજ કરવાથી કાળી ત્વચા થોડા દિવસોમાં જ સામાન્ય થઈ જશે.

લીંબુના રસને મુલતાની માટીમાં ઉમેરી ત્વચા પર નિયમિત રીતે 10 મિનિટ લગાવવું આ ફેસપેકથી ત્વચાની સુંદરતા વધશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter