GSTV
Home » News » ત્રીજી જાન્યુઆરીએ રાજ્યસભામાં ત્રણ તલાક બિલને રજૂ કરવામાં આવશે

ત્રીજી જાન્યુઆરીએ રાજ્યસભામાં ત્રણ તલાક બિલને રજૂ કરવામાં આવશે

લોકસભામાં પાસ થયેલા ત્રણ તલાક બિલને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ત્રીજી જાન્યુઆરીએ ત્રણ તલાક બિલને રજૂ કરવામાં આવશે. લોકસભામાં બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં સરકારની અગ્નિ પરીક્ષા થવાની છે.

લોકસભામાં બહુમતીના કારણે ભાજપને બિલ પાસ કરાવવામાં સફળતા મળી છે. ત્યારે રાજ્યસભામાં  બિલને પાસ કરાવવા માટે સરકારને આખે પાણી આવી જશે. સંસદનું શિયાળુ સત્ર 5 જાન્યુઆરીના રોજ પુર્ણ થઈ રહ્યું છે. જેથી રાજ્યસભામાં બિલને પાસ કરાવવામાટે સરકાર પાસે ત્રણ દિવસનો સમય રહેશે.

સરકારને આશા છે કે લોકસભામાં પાસ થયેલુ ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં વિપક્ષના સહયોગથી પાસ થઈ જશે. તો રાજ્યસભામાં બિલ પાસ થશે તો મુસ્વિમ સંસ્થાઓ સુપ્રીમ કોર્ટના શરણે જશે જે અંગેની માહિતી મુસ્લિમ લીગ દ્વારા આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે લોકસભામાં ટ્રિપલ તલાક પરના રોક માટેના બિલને કોઈપણ સંશોધન વગર મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે રજૂ કરેલા સંશોધનો નકારી દેવામાં આવ્યા હતા.

ટ્રિપલ તલાક વિરુદ્ધ કેન્દ્ર સરકારે ખૂબ જ સરળતાથી લોકસભામાં કોઈપણ સંશોધનને મંજૂર કર્યા વગર ખરડાને પારીત કરી દીધો છે. પરંતુ રાજ્યસભામાં સરકાર માટે આ ખરડો પારીત કરાવવો સરળ નહીં હોય. રાજ્યસભામાં સરકારે દરેક પરિસ્થિતિમાં લચીલું વલણ અપનાવવું પડશે. જો આમ નહીં થાય તો મામલો લટકી જાય તેવી શક્યતા છે. કારણ કે વિપક્ષ તરફથી ઘણાં સંશોધન રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

કોંગ્રેસ સહીતના વિપક્ષ દ્વારા રાજ્યસભામાં ટ્રિપલ તલાક પર રોક પરના ખરડા પર સંશોધનો લવાય તેવી શક્યતા છે. વિપક્ષ દ્વારા ત્રણ વર્ષની સજાની જોગવાઈનો વિરોધ કરાયો છે. પતિના જેલમાં જવાની સ્થિતિમાં મહિલાનું ભરણ-પોષણ કોણ કરશે તેના મામલે મતભેદો છે. ભરણપોષણ અને મેન્ટેનન્સ એલાઉન્સને પણ વ્યાખ્યાયિત કરવામાં આવશે. ટ્રિપલ તલાક સાબિત કરવા માટે મહિલા પર જ તમામ બોજો નાખી દેવામાં આવ્યો છે. આમા ગરીબ મહિલાઓને મુશ્કેલી પડે તેવી શક્યતા છે.

તૃણમૂલ કોંગ્રેસે ખરડા પર પોતાના પત્તા ખોલ્યા નથી. રાજ્યસભામાં સાંસદ કેટીએસ તુલસી પહેલા જ સજા ઘટાડીને એક વર્ષ કરવાનું સચૂન કરી ચુક્યા છે. સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ નરેશ અગ્રવાલ બિલની વિરુદ્ધ છે.

વિપક્ષી દળોના સાંસદોની મુખ્ય ચિંતા મહિલાના ભરણ-પોષણ આપવાના મામલે જોગવાઈમાં રહેલી અસ્પષ્ટતાઓને લઈને છે. ત્યારે માનવામાં આવે છે કે ખરડાના મુસદ્દાને લઈને સંમતિ નહીં બનવાની સ્થિતિમાં બિલ સિલેક્ટ કમિટી પાસે મોકલી દેવામાં આવશે.

લોકસભામાં વિપક્ષ દ્વારા ટ્રિપલ તલાક પર રોક માટેના ખરડાને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માગણીને સરકારે નામંજૂર કરી હતી. ગુરુવારે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક – 2017ને લોકસભામાં કોઈપણ સંશોધન વગર ધ્વનિમતથી પારીત કરવામાં આવ્યું છે. સરકારે બિલને શરિયતમાં હસ્તક્ષેપના આરોપોને દ્રઢતાપૂર્વક નકાર્યા છે.

કેન્દ્રીય પ્રધાન એમ. જે. અકબરે પણ ટ્રિપલ તલાક પર રોક પરના બિલ પર તીખી દલીલો કરીને ઓવૈસી સહીતના ખરડાનો વિરોધ કરનારાઓની આકરી ઝાટકણી પણ કાઢી હતી. હવે રાજ્યસભામાં ખરડાને પારીત કરવા મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે આકરી શાબ્દિક ટપાટપીની શક્યતા નકારી શકાય તેમ નથી.

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!