ત્રીજા દિવસે કોહલીને રોકવા ઓસ્ટ્રેલિયન ટીમે બનાવ્યો આ પ્લાન

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ પર્થ ટેસ્ટના બીજા દિવસે રમત સમાપ્ત થાય ત્યાં સુધી આશા વ્યક્ત કરી હતી કે મેચના ત્રીજા દિવસે નસીબ તેમની ટીમને સાથ આપશે અને રમતના પ્રારંભિક સત્રમાં તેઓ વિરાટ કોહલીની વિકેટ લઇને ભારતના મધ્યમ ક્રમના બેટ્સમેન પછીના બેટ્સમેનોને સસ્તામાં સમેટી લેશે.

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં બનાવેલા 326 રનના જવાબમાં રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે કોહલી જ્યારે ક્રીઝ પર બેટિંગ કરવા ઉતર્યા ત્યારે તે સમયે ભારતીય ટીમ 8 રન પર 2 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. મુરલી વિજય (0) અને કેએલ રાહુલ પેવેલિયન પરત ફર્યા હતાં. એવામાં તેમણે 181 બોલમાં અણનમ 82 રનની ઈનિંગ રમીને ટીમનો સ્કોર ત્રણ વિકેટે 172 રન સુધી પહોંચાડ્યો. કોહલીની સાથે રહાણે અણનમ 51 રન બનાવીને ક્રીઝ પર રહ્યાં છે.

ખ્વાજાએ કહ્યું, ‘વિરાટ ખૂબ જ સારા બેટ્સમેન છે. તેઓ સારા બોલરોનું સન્માન કરે છે. અમારા બધા બોલરોએ આજે વચ્ચે-વચ્ચે સારી બોલિંગ કરી હતી. આપણે યોગ્ય સમયે બોલને યોગ્ય જગ્યાએ ટપ્પી રમાડવી પડશે. અમે બોલને બેટની બાજુમાંથી નિકાળવા માટે શિસ્તબદ્ધ બોલિંગ કરવી પડશે અને થોડું નસીબ પણ જરૂરી છે. જો તમે તેમને રન બનાવવાની તક આપશો તો તેઓ ચૂકશે નહીં. આજે અમે તેમને કેટલીક ફૂલલેન્થ બોલ નાખી જેના પર તેમણે રન બનાવ્યાં. પરંતુ આપણે સ્ટમ્પની લાઇન પર બોલિંગ કરવી પડશે અને જોવુ પડશે કે વિકેટથી કેવીરીતે મદદ મળી રહી છે.’

ખ્વાજાએ કહ્યું કે ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં અમારાથી હજી પણ 154 રન પાછળ છે. તેમણે કહ્યું, ‘મેચ પર અમારી પક્કડ હજી પણ નબળી પડી નથી. રહાણેએ શૉર્ટ બોલ પર હુમલાવાળુ વલણ અપનાવ્યું, પરંતુ ફરીથી બોલરોએ સારી બોલિંગ કરી અને અમે તેમને રોકવામાં અસમર્થ રહ્યાં.’ તેમણે વધુમાં કહ્યું, ‘આશા છે કે અમે આવતીકાલે થોડી સારી બેટિંગ કરીશું. તેઓ હજી પણ 140 રન પાછળ છે. તેમને લગભગ 170 રન સુધી પહોંચવામાં 70 ઓવર લાગી. આવતીકાલે પ્રથમ સત્રમાં એક અથવા બે વિકેટ લેવી અમારા માટે મોટી સફળતા રહેશે.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter