GSTV

ત્રિરંગા યાત્રા : PM મોદીના ૭૨ પ્રધાનો ૧૨૭ સ્થળો પર યાત્રા કાઢશે

૧૦થી ૧૪ ઓગસ્ટ દરમિયાન દેશભરના તમામ જિલ્લાઓમાં ત્રિરંગા યાત્રા કાઢવાની યોજના છે. ૧૪ ઓગસ્ટે રાષ્ટ્રભકિત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનોના ભાષણો બાદ તમામ શકિત કેન્દ્રોમાં ઝોનલ સ્તરે ધ્વજારોહણ સાથે સંકલ્પ કરવામાં આવશે. ૧૬ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી તમામ જિલ્લા કેન્દ્રો પર નવા ભારતમંથન, સંકલ્પથી સિદ્ઘિની ચર્ચા કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય પ્રધાનો, સાંસદો અને રાજ્યોમાં ભાજપના પ્રધાનો હાજર રહેશે.

ભાજપ આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રવાદના એજન્ડાને આગળ વધારશે કે જેથી તે રાષ્ટ્રભકિતનો રાજકીય પર્યાય બની શકે. આ કાર્યક્રમ હેઠળ ૧૬થી ૩૦ ઓગસ્ટ વચ્ચે મોદી કેબિનેટના ૭૨ પ્રધાનો ૧૨૭ જગ્યાએ ત્રિરંગા યાત્રા કાઢશે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ૨૪ કેન્દ્રીય પદાધિકારીઓ ૪૯ જગ્યાએ રાષ્ટ્રવાદને ગજાવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી દ્વારા ૧૯૪૨માં છેડાયેલા ભારત છોડો જેવું આંદોલન કરવાનો નિર્દેશ આપ્યો છે. મોદીએ આ વર્ષે સંકલ્પથી સિદ્ઘિ માટે આગામી પાંચ વર્ષનો મંત્ર આપ્યો છે કે જેથી ભાજપ નવા ભારતનું પ્રણેતા બની શકે.

આ ઉપરાંત આગામી ૧૫મી ઓગસ્ટની જિલ્લાકક્ષાની ઉજવણી ટંકારા ખાતે થનાર છે. જે અનુસંધાને લોકોમાં દેશપ્રેમ કેળવાય અને જાગૃતી આવે તે માટે ૯ મીએ સવારે કલેક્ટર આઈ.કે.પટેલની અધ્યક્ષતામાં ઓરપેટ કન્યા છાત્રાલયથી ત્રિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી.

આ ત્રિરંગા યાત્રામાં ટંકારાની ખાનગી શાળા તેમજ સરકારી સ્કુલો, ગ્રાન્ટે સ્કુલોના બાળકો તેમજ સ્ટાફ જોડાઈ ૭૦૦૦ થી વધુ સંખ્યામાં રેલી નીકળી હતી.

 

 

Related posts

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur

તેલુગૂ ટીવી એક્ટ્રેસનું થયુ રહસ્યમય રીતે મોત, જાણો શું હતો મામલો

Pravin Makwana

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!