GSTV
Gujarat Government Advertisement

ત્રિપુરામાં ભાજપની શાનદાર જીત બાદ તોડફોડ-મારપીટ, આરોપ ભાજપ સમર્થકો પર

Last Updated on March 6, 2018 by

ત્રિપુરા વિધાનસભામાં ભાજપની શાનદાર જીત બાદ હવે રાજ્યમાં તોડફોડ, મારપીટ અને ડાબેરીઓના સ્મારકો તોડવામાં આવી રહ્યા છે. આ તોડફોડનો આરોપ ભાજપ સમર્થકો પર લાગ્યો છે.

સાઉથ ત્રિપુરા જિલ્લામાં બેનોલિયા સબડિવિઝનમા બુલડોઝરની મદદથી રશિયન ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનીનની મૂર્તિ તોડવામાં આવી. સામ્યવાદી વિચારધારાના નાયક લેનિનની મૂર્તિ તોડ્યા બાદ ડાબેરીઓ અને તેમના સમર્થકો નારાજ છે.

વ્લાદિમીર લેલિનની મૂર્તિ તોડતી વખતે લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. મૂર્તિ તોડવાની ઘટના સોમવારે બપોરે  ત્રણ વાગ્યા પછી બની હતી. જે બાદ ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. સ્થાનિક એસપીના જણાવ્યા પ્રમાણે ભાજપના સમર્થકોએ બુલડોઝરના ડ્રાઈવરને દારૂ પીવડાવી મૂર્તિ તોડવા કહ્યું હતું.

સમગ્ર ઘટના બાદ સીપીએમ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. ડાબેરીઓએ પોતાના કાર્યાલય ઉપર કરવામાં આવેલા હુમલાની એક યાદી જાહેર કરી છે. ડાબેરીઓનો આરોપ છે કે ત્રિપુરામાં ભાજપ દ્વારા અમને ડરાવવોનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ત્રિપુરામાં હિંસા ફેલાવી લોકશાહીની મજાક ઉડાવવામાં આવી રહી છે. 25 વર્ષ ત્રિપુરામાં સત્તા પર રહેલી સીપીઆઈએમએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ આઈટએફટીના કાર્યકરો હિંસા પર ઉતરી આવ્યા છે.

 

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!