GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

તોગડિયા, ઉપાધ્યાય, રેડ્ડીને હટાવવાનો તખ્તો તૈયાર : મોદી ઉ૫ર નિશાન સાધવુ ભારે ૫ડશે

વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનો મામલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગમ્યો નથી. હવે RSS દ્વારા પ્રવીણ તોગડિયાની પાંખો કાપવાની સંઘ દ્વારા તૈયારી થઈ રહી છે. આ સિવાય મોદી સરકાર અને ભાજપ પર નિશાન સાધનારા ભારતીય મજદૂર સંઘના મહાસચિવ બૃજેશ ઉપાધ્યાયને પણ પદ પરથી હટાવવાની તૈયારી થઈ રહી છે. આ યાદીમાં VHP ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી પણ સંઘની યાદીમાં હોવાનો મીડિયા અહેવાલમાં દાવો થયો છે.

2019માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે અને તેના પહેલા હિંદુત્વની રાજનીતિના ગઢ ગુજરાતમાં ભાજપના નબળા દેખાવને કારણે એન્ટિ-ઈન્કમ્બન્સી મામલે ભાજપ અને સંઘ વર્તુળોમાં ચિંતા છે. આવા સંજોગોમાં સંઘ પરિવારના જ નેતાઓ દ્વારા મોદી સરકાર અને ભાજપને નિશાન બનાવવાનો મામલો હવે આરએસએસ ચલાવી નહીં લે તેવા સંકેત મળી રહ્યા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયા અને ભારતીય મજદૂર સંઘના મહાસચિવ બૃજેશ ઉપાધ્યાયને મોદી સરકાર અને ભાજપ પર હુમલાખોર થવું આરએસએસને માફક આવ્યું નથી. સંઘ તોગડિયા અને ઉપાધ્યાયને પદ પરથી હટાવવાની તૈયારીમાં લાગી ગયું હોવાનો અહેવાલમાં દાવો કરાયો છે. આ યાદીમાં વીએચપીના અધ્યક્ષ રાઘવ રેડ્ડી પણ સામેલ છે.

સૂત્રોનું કહેવું છે કે તોગડિયા, રાઘવ રેડ્ડી અને બૃજેશ ઉપાધ્યાયની કાર્યશૈલીને કારણે મોદી સરકારને શરમજનક સ્થિતિમાં મૂકાવાનો વારો આવ્યો છે અને તેના કારણે આરએસેસનું વરિષ્ઠ નેતૃત્વ ત્રણેય નેતાઓથી નારાજ છે. માનવામાં આવે છે કે વીએચપી અને ભારતીય મજદૂર સંઘ એમ બંને સંઘ સમર્થિત સંગઠનોના કાર્યકર્તાઓના વિશાળ નેટવર્કનો ઉપયોગ સંઘની વિચારધારાના પ્રસાર માટે પણ ઉપયોગમાં લેવાતા નથી. અહેવાલમાં આંતરીક સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે ફેબ્રુઆરીના આખર સુધીમાં વીએચપીની કારોબારી બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં રેડ્ડી અન તોગડિયાને તેમના સમર્થકો સહીત હટાવવાની કોશિશ કરીને વીએચપીના નવા અધ્યક્ષની ચૂંટણીની સંઘ દ્વારા ફરી એકવાર કોશિશ થવાની શક્યતા છે.

સૂત્રોને ટાંકીને અહેવાલમાં દાવો કરાયો છે કે સંઘ નેતૃત્વ ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી સામે મોરચો ખોલનારાઓને હટાવવાનું મન બનાવી ચુક્યું છે. સંઘની મનસા છે કે તેમની સાથે સંકળાયેલા સંગઠનો કેન્દ્ર સરકારની સાથે ટકરાવથી બચે અને મતભેદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલે. હવે એ માનવામાં આવે છે કે 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન કેડર્સમાં ભ્રમની સ્થિતિ નિવારવા માટે સંગઠન સ્તરે ફેરફાર અનિવાર્ય બની ચુક્યા છે. તાજેતરમાં વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા દ્વારા મોદી અને ભાજપ સરકાર પર આક્રમક ટીપ્પણીઓને કારણે સંઘના નેતૃત્વમાં આવી સમજ વધુ દ્રઢીભૂત થઈ છે. તોગડિયા અને ઉપાધ્યાય મહત્વના મુદ્દાઓ પર મોદી સરકાર સામે સ્ટેન્ડ લઈને ભાજપ તથા કેન્દ્ર સરકાર માટે સમસ્યાનું કારણ બની રહ્યા છે.

મીડિયા અહેવાલના દાવા મુજબ આ સિવાય ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનમાં સંગઠનના કેટલાક પદાધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું માનવામાં આવે છે. વીએચપીની ભુવનેશ્વર ખાતેની કારોબારી બેઠકમાં પણ સંઘ નેતૃત્વ પરિવર્તનની કોશિશ કરી ચુક્યું છે. હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ વી. એસ. કોકજેને રાઘવ રેડ્ડીના સ્થાને વીએચપીના અધ્યક્ષ પદ માટે પ્રસ્તાવિત પણ કરવામાં આવ્યા હતા. જો કે ભુવનેશ્વર કારોબારીમાં વીએચપીમાં રાઘવ રેડ્ડી અને તોગડિયાની તેમના સમર્થકોના ટેકાને કારણે જીત થઈ હતી. હાલ પૂર્ણકાલિન અધ્યક્ષની પસંદગી સુધી રાઘવ રેડ્ડીને વીએચપીના અધ્યક્ષ પદે રહેવાની મંજૂરી મળેલી છે. રાઘવ રેડ્ડી 2011 અને 2014માં વીએચપીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેમણે તોગડિયા જેવા પોતાના ટેકેદાર નેતાઓને મહત્વપૂર્ણ પદો પર નોમિનેટ પણ કર્યા છે. વીએચપીના અધ્યક્ષનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે.

માનવામાં આવે છે કે વીએચપીમાં તોગડિયા અને રેડ્ડીના ટેકેદારો વધુ શક્તિશાળી છે. જો કે આવા સમર્થકોની પૃષ્ઠભૂમિ આરએસએસના સ્વયંસેવકોની છે. સૂત્રોનું કહેવું છે કે આરએસએસ હવે વીએચપીના કાર્યકર્તાઓને સંગઠનના ઉચ્ચ પદોમાં ફેરફાર માટે તૈયાર કરવાની કોશિશો કરી રહ્યું છે. માનવામાં વે છે કે આરએસએસ પહેલા તોગડિયા, રેડ્ડીને વીએચપીના પદો છોડવાનું કહે તેવી શક્યતા છે. તેની સાથે બૃજેશ ઉપાધ્યાયને પણ ભારતીય મજદૂર સંઘનું મહાસચિવ પદ છોડવા માટે કહેવામાં આવે તેવી શક્યતા છે. જો કે આ ત્રણેય નેતાઓ પોતપોતાના પદ આપમેળે નહીં છોડે તો વોટિંગનો સહારો લઈને તેમને હટાવવાની પ્રક્રિયા કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

20 વર્ષથી નાસતા ફરતા પાસાના આરોપીને વિરમગામ રેલવે પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

Nilesh Jethva

‘આયુષ્યમાન ભારત’ યોજનામાં તમારુ નામ રજીસ્ટર્ડ છે કે નહીં તે જાણવુ છે એકદમ સરળ, આ રીતે જાણી શકશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!