GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

તોગડિયાનો હાઇવોલ્ટેજ ડ્રામા : પોલીસ ખૂલાસા વચ્ચે ઉઠતા અનેક સવાલ…

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાના ભેદી સંજોગોમાં ગુમ થવા અને નાટ્યાત્મક રીતે ભાળ મળવાને લઈને કેટલાક સવાલ ઉઠી રહ્યા છે. જાહેરનામાના ભંગ બદલ દસ વર્ષ અગાઉ થયેલા એક કેસમાં રાજસ્થાન પોલીસ આવી રહી છે તેવી ભાળ મળતાં જ વીએચપીના અગ્રણી પ્રવીણ તોગડિયાએ રહસ્યમય રીતે ગુમ થયાનું ત્રાગુ રચ્યું હતું.

દિવસભર અજ્ઞાત સ્થળે છુપાઇ રહ્યા હતા. સાંજે નાટ્યાત્મક રીતે તેઓ બેહોશ હાલતમાં મળ્યા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. ત્યારે પોલીસ પણ હવે લતીફ એન્કાઉન્ટરની જેમ સ્ટોરી ઘડીને ખુલાસા કરી રહી છે, જે ગળે ઉતરે તેમ જ નથી. અને કેટલાક સવાલ ઉઠી રહ્યા છે. જે હજુ વણ ઉકેલ્યા છે.

તોગડિયાના ઘટનાક્રમ બાદ ઉઠતા સવાલ…

સોમવારે દાઢીવાળી કંઇ વ્યક્તિ સાથે ગયા હતાં ?

જેની સાથે નિકળ્યા હતાં તે વ્યક્તિ ક્યાં છે ?

ડો.તોગડિયાએ રવિવારે અડધી રાત્રે સુરક્ષા જવાનોને છૂટા કેમ કર્યા ?

કારના બદલે રીક્ષામાં બેસીને અજાણ્યા સ્થળે શા માટે ગયા ?

ક્યાં કામથી બહાર ગયા હતાં કે સુરક્ષા કર્મચારીને ૫ણ સાથે ન લઇ ગયા ?

શું રાજસ્થાન પોલીસ આવશે તેની તેને અગાઉથી જાણ હતી ?

પોતાની ધર૫કડ ટાળવા આવું તરકટ રચ્યુ હતું ?

કંઇ રીતે કોતરપુર ૫હોંચ્યા ?

તેના ઉ૫ર સૌપ્રથમ નજર કોની ૫ડી ?

108 એમ્બ્યુલન્સને કોણે ફોન કર્યો ?

સિવિલ હોસ્પિટલના બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર શા માટે ?

તે પોતે ડોક્ટર છે, છતાં બેભાન થઇ જાય ત્યાં સુધી સારવાર કેમ ન લીધી ?

Related posts

તમારા ફેસબુકનો ડેટા ચોરી રહ્યા છે આ 25 એપ્લિકેશન, અત્યારે જ ફોનમાં કરી નાખો Delete

Pravin Makwana

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

20 વર્ષથી નાસતા ફરતા પાસાના આરોપીને વિરમગામ રેલવે પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!