GSTV

તેલુગુ દેશમ પાર્ટીના સાંસદો કેન્દ્રની મોદી સરકારથી ખફા, ભાજપ અને ટીડીપીના સાંસદો વચ્ચે ઘર્ષણ

Last Updated on March 4, 2018 by

ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીના સાંસદો કેન્દ્રની મોદી સરકારથી ખફા થયા છે. ટીડીપી સાંસદોએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માગ કરી છે અને જો આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં અપાય તો મોદી સરકાર સામે લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સરકારે આંધ્રને આપેલા વચનો પૂરા કરવા ટીડીપી સુપ્રીમ કોર્ટમાં જશે અવિશ્વાસનો મત લાવવાનો પણ પ્રસ્તાવ પસાર કરશે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો પાંચમી માર્ચથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને ટીડીપીના સાંસદો વચ્ચે ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા છે.

ટીડીપીએ સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આપેલા વચનો પાળવા મુદ્દે અમે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર સામે એક કાયદેસરની લડાઈ પણ શરૂ કરીશું. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અવિશ્વાસનો મત લાવવા પણ લાવીશું.

ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુ સાથે ચાર કલાક લાંબી બેઠક પછી સાંસદોએ મીડિયાને આ વાત જણાવી હતી. આ બેઠકમાં આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત ભારપૂર્વક જણાવવામાં આવી હતી. મહત્વનું છે કે આ મુદ્દે ટીડીપીના સાસંદોએ ગુરુવારે ભાજપના નેતા અમિત શાહ સાથે એક બેઠક પણ કરી હતી.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!