GSTV
Home » News » તેજ બહાદુરે ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ચૂંટણી નહી લડવા માટે કરી હતી આટલા કરોડની ઓફર

તેજ બહાદુરે ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ચૂંટણી નહી લડવા માટે કરી હતી આટલા કરોડની ઓફર

બીએસએફના પૂર્વ સૈનિક તેજ બહાદુરે ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ ઘરે ગયા ત્યારે ભાજપના લોકો મારા ઘરે આવ્યા હતા અને મને વારાણસી બેઠક પર ચૂંટણી ન લડવા માટે 50 કરોડની ઓફર કરી હતી. મારા ઉપર ચૂંટણી ન લડવા માટે બહું જ દબાણ કરવામાં આવ્યું હતું.

તેજ બહાદુરને જ્યારે મીડિયાએ રૂપિયા આપવાવાળાનું નામ પુછ્યું તો તેમણે કહ્યું કે નથી જણાવી શકતો. તેઓ બહુ જ મોટા લોકો છે તેઓ મારી હત્યા કરાવી શકે છે. બનારસથી તેમની ઉમેદવારી રદ થતા તેમણે કહ્યું કે આ વાતની આશંકા અખિલેશ યાદવને પહેલેથી જ હતી. રણનીતિના ભાગ રુપે જ પહેલા અપક્ષમાં ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ સપામાંથી ઉમેદવારી નોંધાવી હતી.

pm modi mother

મારી સાથે શાલિની યાદવે પણ ફોર્મ ભર્યું હતું કેમ કે મારી ઉમેદવારી રદ થાય તો તેઓ ચૂંટણી લડી શકે. તેજ બહાદુરે કહ્યું કે હું જાણતો હતો કે ભાજપ મારી ઉમેદવારી રદ કરવા માટે કઈ પણ કરી શકે છે. તેજ બહાદુરે મોદી ઉપર પણ મોટો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે મોદી એ જ મને નોકરીમાથી હટાવ્યો છે. મારા દિકરાની હત્યા કરવામાં આવે છે અને તેમની તપાસ પણ નથી થતી. દિકરાના મોતના સમયે જ મોદીની સામે લડવાની પ્રતિજ્ઞા લીધી હતી.

READ ALSO

Related posts

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

અમિત શાહ તમારા સમર્થકોને પૂછો, મોંઘવારીના દિવસોમાં તેમના બાળકોને કોણે ભણાવ્યા: કેજરીવાલ

Pravin Makwana

ખાસ ઉદ્દેશ્ય માટે સંઘર્ષ કરતા લોકો ગાંધીજીના અહિંસા મંત્રને કાયમ યાદ રાખે, ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!