GSTV
Home » News » તેજસનું અતથી ઇતિ : ક્યાંથી ઉપડશે કેટલા વાગે પહોંચશે અને ચા-નાસ્તા સહિત ભોજનનું લિસ્ટ

તેજસનું અતથી ઇતિ : ક્યાંથી ઉપડશે કેટલા વાગે પહોંચશે અને ચા-નાસ્તા સહિત ભોજનનું લિસ્ટ

અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની બીજી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને સીએમ રૂપાણીએ લીલીઝંડી આપી છે. સવારે 10.42 વાગ્યે તેજસ ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યુ.. અને 19 જાન્યુઆરીથી નિયમિત રીતે તેના નિર્ધારીત ટાઈમટેબલ મુજબ અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ દોડશે. તેજસ અમદાવાદના પ્લેટફોર્મ નંબર એક પરથી રવાના કરવામાં આવી હતી.

ક્યારે ઉપડશે ક્યારે પહોંચશે ?

તેજસ અમદાવાદથી સવારે 6.40 કલાકે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ પર બપોરે 1.10 કલાકે પહોંચશે. અને વળતી વખતે મુંબઈ સેન્ટ્રલ પરથી 3.40 કલાકે ઉપડશે અને અમદાવાદ સાંજે 9.55 કલાકે પહોંચશે. તેજસને સાત સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમા અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વડોદરા, બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે.

ભોજનમાં ગુજરાતી-મરાઠીનું કોમ્બિનેશન

તેજસમાં સવારે-સાંજે ચા-કોફી અપાશે. સવારે નાસ્તામાં દાળવડાં, ખમણ, પાત્રા, થેપલાં, ફાફડા, હાંડવો, પોહા, ઉપમા જેવી વસ્તુઓ તેમજ બપોરે વેજ અને નોનવેજ બિરિયાની, ખીચડી – કઢી, પૂરી શાક દાળ-ભાત જેવી વસ્તુઓ પિરસવામાં આવશે. સાંજે નાસ્તામાં સેન્ડવિચ, બટાકા વડાં, ભાખર વડી, ડિનરમાં વેજ નોનવેજ ડિશ જેમાં સેવ બટાકાનું શાક, પૂરી સહિતની ચીજ અપાશે.

તેજસની સવારી

  • વાઈફાઈ, સીસીટીવી, ફાયરની સુવિધાથી સજ્જ
  • ટ્રેનમાં કુલ ૧૦ કોચ
  • ૯ એસી ચેર કાર અને એક એક્ઝિક્યુટીવ કોચ
  • એક્ઝિક્યુટીવ કોચની તમામ સીટ પર ટીવી સ્ક્રિન
  • તેજસની ઝડપ ૧૬૦ કિમી પ્રતિ કલાક
  • ઓનબોર્ડ શોપિંગ સુવિધા
  • ઠંડી ન લાગે તે માટે વૃદ્ધ અને બાળકો માટે ચાદરની વ્યવસ્થા
  • દરેક મુસાફર માટે વીમાની સુવિધા
  • ટ્રેનમાં હોસ્ટેસ ગુજરાતી પહેરવેશથી રહેશે સજ્જ

તેજસનો સમય

  • અમદાવાદથી સવારે ૬:૪૦ કલાકે ઉપડશે, ૧:૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે
  • મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૩.૪૦ કલાકે ઉપડશે, અમદાવાદમાં સાંજે ૯.૫૫ કલાકે પહાંચશે
  • ગુરૂવારને બાદ કરતા છ દિવસ દોડશે
  • અમદાવાદથી મુંબઈ વચ્ચે સાત સ્ટોપેજ
  • અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વડોદરા, બોરીવલી, મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર સ્ટોપેજ

તેજસમાં ભોજન

  • ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ભોજનનો સ્વાદ માણી શકાશે
  • સવાર-સાંજ ચા-કોફી
  • દાળવડા, ખમણ, પાત્રા, થેપલા
  • ફાફડા, હાંડવો, ઉપમા
  • ખીચડી-કઢી, પુરી-શાક, દાળ-ભાત
  • બટાકા વડા, ભાખર વડી
  • વેજ અને નોનવેજ ભોજન

READ ALSO

Related posts

આ આંક જોશો તો ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન જ માંડી વાળશો

Nilesh Jethva

શાહરૂખ ખાનની સાસૂના ફાર્મહાઉસ પર 3.09 કરોડ દંડ, કોર્ટમાં આ બાબતે એકેય વખત હાજર નથી રહ્યા

Pravin Makwana

VIDEO : ચાલુ ક્લાસમાં ઘુસી ABVPના કાર્યકરોએ કોલેજ બંધ કરાવી, સરકારના આ નિર્ણયનો કરી રહ્યા છે વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!