તમને દરેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે આ સરલ વાસ્તુ ટિપ્સ

મહેનત કરવા છતાં ઘરમાંથી આર્થિક તંગી દૂર થતી નહોય. પરીવારના સભ્યો વચ્ચે ક્લેશ રહેતો હોય, સમસ્યાઓ રહેતી હોય. આવી સમસ્યાનું કારણવાસ્તુ દોષ પણ હોય શકે છે. ઘરમાં જ્યારે નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે ત્યારે આપ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ તકલીફમાંથી છૂટકારો મેળવવા માટે વાસ્તુનાઆ ઉપાયો મદદરૂપ થઈ શકે છે.

1. ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો, તેનાથી પરીવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે.

2. અભ્યાસ કરનાર બાળકોએ પૂર્વ અથવા ઉત્તર મુખ કરીને જ અભ્યાસ કરવો જોઈએ. ભોજન કરતી વખતે સ્ત્રીઓએ મુખ પૂર્વ તરફ જ રાખવું જોઈએ. ભોજન કરતી વખતે પણ મુખ પૂર્વ તરફ રાખવું જોઈએ.

3. સૂતી વખતે માથું દક્ષિણ તરફ રાખવું જોઈએ.

4. ઘરમાં જે પાણીથી પોતાં કરવાના હોય તેમાં નમક જરૂરથી ઉમેરવું. તેનાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.

5. મુખ્ય દરવાજા પર સ્વસ્તિક, શુભ-લાભ જેવા ચિન્હો બનાવવા જોઈએ. દક્ષિણ, ઉત્તર તરફ મુખ્ય દરવાજો હોય તો તેના પર ગણેશજીની પ્રતિમા લગાવવી જોઈએ.

6. બેડરૂમમાં દેવી-દેવતાઓની મૂર્તિ ન રાખવી. ઉપરાંત ટીવી જેવા ઉપકરણો પણ ન રાખવા.

7. ઘરમાં શંખ અવશ્ય રાખવો. પક્ષીઓને દાણા, ગાયને ઘાસ ખવડાવવું. ગૃહદોષ દૂર થઈ જાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter