ડ્રેસની નેકલાઇન પ્રમાણે હોવો જોઇએ તમારો નેકપીસ, આ ફેશનટિપ્સ થશે મદદરૂપ

નેકપીસ તમારા લુક્સને આકર્ષક બનાવવા માટે હોય છે. લુકને હેવી કે ગળાને ભરચક બનાવવા માટે નેકલેસ પહેરવાના નથી હોતા. ઈંડિયન હોય તે વેસ્ટર્ન દરેક ડ્રેસ સાથે નેકપીસ તો પહેરવાના જ હોય છે. પરંતુ જરુરી છે એ સમજવું કે કેવા આઉટફીટ સાથે કેવા નેકપીસ પહેરવા જોઈએ. નેકપીસની પસંદગી આઉટફીટ અને આઉટફીટની નેકલાઈન અનુસાર કરવામાં આવે છે. તમે કયા પ્રકારનો ડ્રેસ પહેર્યો છે તે પ્રમાણે નેકપીસની પસંદગી કરવામાં આવે છે. 

ટ્યબૂ, ટોપ્સ અથવા તો ઓફ શોલ્ડર ડ્રેસ સાથે શોર્ટ નેકલેસ પહેરી અને ગળાની સુંદરતાને વધારી શકાય છે. તમે તમારા આઉટફીટની બોર્ડર, કટિંગ્સને મેચ થતા નેકપીસ પણ પહેરી શકો છો.

હાઈનેકના આઉટફીટ સાથે કોઈ ચોકોર નેકલેસ પહેરો, અથવા તો એવો નેકપીસ પહેરો જે તમારા આઉટફીટની નેકલાઈનની એકદમ ઉપર સુધી આવે. 

આ પ્રકારના આઉટફીટ સાથે મોટા પેંડેન્ટને લોન્ગ ચેનમાં રાખીને પણ પહેરી શકાય છે. આ રીતની એક્સેસરીને વન શોલ્ડર આઉટફીટ પર પહેરી શકાય છે. શર્ટ અથવા તો પીટર પેન કોલર સાથે તમે લોન્ગ અથવા શોર્ટ નેકપીસ પહેરી શકો છો. આવા ડ્રેસ સાથે તમે લેયર્ડ નેકપીસ પણ પહેરી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter