GSTV
Home » News » ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવા માટે સત્તાવાર નિમંત્રણ મોકલવામાં આવ્યું ન હતું : સૂત્ર

ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવા માટે સત્તાવાર નિમંત્રણ મોકલવામાં આવ્યું ન હતું : સૂત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની સહુલિયત પ્રમાણે ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ આને લઈને કોઈ સત્તાવાર નિમંત્રણ મોકલવામાં આવ્યું ન હતું. આ જાણકારી સૂત્રોને ટાંકીને સામે આવી રહી છે. આ જાણકારી એવા સમયે સામે આવી રહી છે કે જ્યારે વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ બે દિવસ પહેલા જ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી તરફથી ભારતના પ્રજાસત્તાક દિવસે ટ્રમ્પને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવા સમ્માનનો વિષય છે. પરંતુ પોતાની વ્યસ્તતાઓને કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આમા ભાગ લઈ શકશે નહીં.

સૂત્રોનું કહેવું છે કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના ભારત મુલાકાતને લઈને આપવામાં આવેલા નિવેદનને ધ્યાને લીધું છે. જાણકારી માટે એ જણાવવું જરૂરી છે કે વડાપ્રધાન મોદીએ પોતાની અમેરિકા મુલાકાત દરમિયાન જૂન-2017માં ટ્રમ્પને પોતાની સુવિધા અનુસાર ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. આના સંદર્ભે કોઈપણ સત્તાવાર અથવા લેખિત નિમંત્રણ આપવામાં આવ્યું નથી. આ બંને દેશો વચ્ચેની સામાન્ય પ્રક્રિયા છે કે સત્તાવાર નિમંત્રણ પહેલા અનૌપચારીકપણે આમ કરવામાં આવે છે.

સૂત્રોનું કહેવું છે કે ભારત અને અમેરિકાની રણનીતિક ભાગીદારીમાં ઉચ્ચસ્તરીય વાતચીત મહત્વપૂર્ણ હિસ્સો છે. બંને દેશ એકબીજાની સંમતિ દ્વારા જ મુલાકાતની તારીખ નક્કી કરતા હોય છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદીએ ગત વર્ષ ટ્રમ્પને દ્વિપક્ષીય મુલાકાત માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. બંને દેશોના નેતાઓ 30 નવેમ્બર અને પહેલી ડિસેમ્બરે અર્જેન્ટિના ખાતેની જી-20 સમિટમાં મળે તેવી સંભાવના છે. એ પણ સંભાવના છે કે બંને નેતાઓ આર્જેન્ટિના ખાતેની સંભવિત મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરે તેવી શક્યતા છે.

મહત્વપૂર્ણ છે કે 2015માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. જ્યારે આ વર્ષે 10 આસિયાન દેશોના સર્વોચ્ચ નેતાઓ મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા. 2016માં ફ્રાંસના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદ, 2014માં જાપાનના વડાપ્રધાન શિંજો આબે ભારતના પ્રજાસત્તાક દિનના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. ભારતના પ્રજાસત્તાક દિવસના દિલ્હી ખાતે યોજાતા સમારંભમાં નિકોલસ સર્કોજી, વ્લાદીમિર પુતિન, નેલ્સન મંડેલા અને જૉન મેજર જેવા નેતાઓ સામેલ થઈ ચુક્યા છે.

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!