GSTV
Home » News » ડોકલામ વિવાદ: ભારત વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની માંગ કરનારા પર ચીન ભડક્યું

ડોકલામ વિવાદ: ભારત વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની માંગ કરનારા પર ચીન ભડક્યું

ભારત અને ચીને સિક્કીમમાં વકરેલા ડોકલામ વિવાદ પર સહમતી બનાવીને પૂર્ણવિરામ મૂકી દીધું છે, પરંતુ હવે ચીને એવા લોકો સામે નાખુશ છે જે ડોકલામ વિવાદ સમયે ભારત વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની વાતો કરતા હતા.

ચીનમાં પીપલ્સ લિબરેશન આર્મીના એક મેજર જનરલના એક નિવેદનમાં આ વાત સામે આવી છે. મેજરે કહ્યું હતું કે, ભારતના વિરોધમાં બોલવાવાળાને ચીનની રણનૈતિક સ્થિતી અંગે સ્પષ્ટ સમજણ નથી.

ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં ચીની આર્મીના રણનીતિકાર મેજર જનરલ કિયાઓ લિયાંગે પોતાના આર્ટીકલમાં લખ્યું કે, ભારત અને ચીન બંને દેશો પડોશી અને પ્રતિદ્વંદી છે, પરંતુ તમામ પ્રતિદ્વંદીઓ સાથે સખ્ત વર્તાવ કરવો જરૂરી નથી. તેઓ પીએલએના વરિષ્ઠ અધિકારી હોવાને કારણે ચીની સત્તાના ઘણા નજીકના માનવામાં આવે છે. અને એમ પણ કહેવાઈ રહ્યું છે કે તેઓ ચીની સરકારના ઈશારે આમ કહી રહ્યા છે.

 

Related posts

આખરે છે શું આ ! ટ્રમ્પ પોતાની સાથે લાવી રહ્યા છે દુનિયાનું સૌથી શક્તિશાળી બ્રિફકેસ !

Pravin Makwana

અનોખો રિવાજ: લગ્ન પછી 3 દિવસ સુધી નવવિવાહીતને શૌચાલય જવા પર પ્રતિબંધ !

Pravin Makwana

શિમલા મિર્ચી કાપતા અંદરથી નિકળ્યો જીવતો દેડકો, ખોલીને જોયું તો…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!