GSTV

ડોકલામ અંગે ચીનનો દાવો, ડોકલામ અમારો વિસ્તાર, પરંતુ વાતચીત માટૈ તૈયાર

એક બાજુ પાકિસ્તાન વારંવાર કાશ્મીર રાગ આલાપીને કાશ્મીર પર અધિકાર જમાવવાનો પ્રયાસ કરે છે તો બીજી બાજુ ચીન પણ વારંવાર ડોકલામ રાગ આલાપીને ડોકલામ પર કબજો મેળવાવાના પ્રયાસો કરી રહ્યું છે. ચીનને ફરીથી ચંચુપાત કરીને કહ્યું કે ડોકલામ તેનો હિસ્સો છે અને ત્યાં તે નિર્માણ કાર્ય કરી રહ્યું છે.

ભારત-ચીન સરહદ પર ડોકલામ વિવાદ માત્ર નામનો જ ઉકેલાયો હોય તેમ લાગી રહ્યું છે. પાછલા વર્ષે 16 જૂને બંને દેશો વચ્ચે ડોકલામ વિવાદ શરૂ થયો હતો. ભારત-ચીનના સૈનિકો 100 મીટર સુધી આમને-સામને આવી ગયા હતા અને 73 દિવસ સુધી વિવાદ ચાલ્યો. 28 ઓગસ્ટે જ્યારે પીએમ મોદી ચીન મુલાકાતે જવાના હતા તેના આગલા દિવસોમાં વિવાદ ઉકેલાયો હતો. પરંતુ જેવા પીએમ મોદી ચીનથી પરત આવ્યા તેના થોડા દિવસો બાદ ચીને ફરીથી ચંચુપાત શરૂ કરી દીધો. ચીની સૈનિકોએ ડોકલામ નજીક અડિંગો જમાવી દીધો. તો નિર્માણ કાર્ય પણ શરૂ કરી દીધું.

ચીનમાં ભારતના રાજદૂત ગૌતમ બંબાવલેએ થોડા દિવસ પહેલા જ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સને ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં બંબાવલેએ કહ્યું હતું કે 3448 કિલોમીટર લાંબી ભારત-ચીન સરહદ પર સંવેદનશીલ જગ્યાઓ પર યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ. ગૌતમ બંબાવલેના આ નિવેદનથી ચીન અકળાયું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે બંને દેશો વચ્ચે જે પણ તણાવ છે તે એક મિકેનિઝમ દ્વારા શાંતિથી ઉકેલાશે. તેના માટે માહોલ તૈયાર કરવો પડશે. અમને એ વાતની જાણકારી છે કે ભારતના રાજદૂતે શું કહ્યું છે?

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચુનયિંગ આટલેથી જ ન અટક્યા. તેમણે ડોકલામની સેટેલાઈટ ઈમેજને લઈને કહ્યું કે જે ડોકલામ પર ભૂતાન પોતાનો હક જમાવે છે તે ખરેખર અમારૂ ક્ષેત્ર છે. અમે ત્યાં નિર્માણ કામ કરી રહ્યાં છીએ. ડોકલામ સહિત સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં હંમેશા ચીનનું સાર્વભૌમત્વ રહ્યું છે. ભારતીય મીડિયા ડોકલામમાં નિર્માણને લઈને અહેવાલ ચલાવતા રહે છે. તેમને એ વાતની વધારે ચિંતા રહે છે. ચુનયિંગે 1890માં ચીન-યુકે વચ્ચે સંધિનો હવાલો આપીને કહ્યું કે ઐતિહાસિક સંધી પ્રમાણે ભારત-ચીન સરહદ પર હાલ સિક્કિમ સેક્ટરને અલગ કરી દેવાયું છે. અને અમે તે વાતને માનીએ છીએ. ડોકલામની સ્થિતિ પર ચીનનું વલણ એકદમ પહેલા જેવું જ છે.

Related posts

આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય, 11 હજાર કેદિઓને જેલમાંથી છોડી મુકશે પણ…

Arohi

વગર Lockdownએ એક મહિલાના દમ પર દક્ષિણ કોરિયાએ આ રીતે જીતી Corona સામે જંગ

Arohi

કોરોના મહામારી વચ્ચે આ કર્મચારીમાં ચિંતા, કહ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!