GSTV

ડોકલામમાં ફરીથી ચીનની મોસમ : PM મોદી રોદણાં રડશે કે ચીનને ગળે લગાવશે?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ધ પ્રિન્ટની સ્ટોરીને પોતાના ટ્વિટ સાથે જોડીને સવાલ કર્યો છે કે ડોકલામમાં ચીનની મોસમ ફરીથી આવી ગઈ છે. આ વખતે મોદીજી કેવી પ્રતિક્રિયા આપશે? મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીએ ટ્વિટ પર જોડેલી ધ પ્રિન્ટની સ્ટોરીમાં દાવો કરાયો હતો કે સાત માસ પહેલા ભારત દ્વારા રોકવામાં આવ્યા બાદ ચીને ગુપચુપપણે અને ચાલાકીથી દક્ષિણ ડોકલામ માટે નવો માર્ગ શોધી લીધો છે.

કર્ણાટકમાં જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તાબડતોબ રેલીઓ કરી રહ્યા છે. અહેવાલો છે કે ચીન સરહદ નજીક ડોકલામ વિસ્તારમાં એરપોર્ટ અને હેલિપેડ બનાવી રહ્યું છે. ડોકલામ વિસ્તાર સામરિક દ્રષ્ટિએ બેહદ મહત્વપૂર્ણ છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે દેશની સુરક્ષાને લઈને પીએમ ચુપ કેમ છે? પીએમ ચીનની હરકતોને સતત નજરઅંદાજ કેમ કરી રહ્યા છે?

બુધવારે એક રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લેતા ડોકલામ વિવાદનો આક્રમક રીતે ઉલ્લેખ કર્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે ભારતીય સેનાની હાજરી છતાં ચીનના નિર્માણ કાર્યોને લઈને વડાપ્રધાન મોદી શું પ્રતિક્રિયા આપશે? શું પીએમ ચીનને ગળે લગાવશે અથવા જનતાની વચ્ચે જઈને રડશે?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ડોકલામ મુદ્દા પર નવો રિપોર્ટ સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને ડોકલામ માટે એક વૈકલ્પિક માર્ગ શોધ્યો છે. રાહુલ ગાંધીએ વેબપોર્ટલ ધ પ્રિન્ટની સ્ટોરીની સાથે ટ્વિટ કર્યું છે કે ડોકલામમાં ચીનની ફરીથી મોસમ આવી ગઈ. આ વખતે મોદીજી શું પ્રતિક્રિયા આપશે? રાહુલ ગાંધીએ સવાલના જવાબમાં ચાર વિકલ્પો પણ રજૂ કર્યા છે. જેમાં હગપ્લોમેસી, બ્લેમ આરએમ- રક્ષા મંત્રી, પબ્લિકમાં જઈને રડવું અને આમાના તમામ.

મીડિયા અહેવાલો મુજબ, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી 1.3 કિલોમીટર લાંબો રોડ બનાવી રહી છે. ભારતીય ચોકીની આસપાસ કમ્યુનિકેશન ટૂલ્સ ઈન્સ્ટોલ કરવાની કોશિશો થઈ રહી છે. 2017માં ડોકલામમાં 73 દિવસો સુધી ભારત અને ચીનની સેનાઓ આમને-સામને હતી. તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. જો કે વાતચીત બાદ ચીનની સેના ડોકલામમાંથી હટવા માટે રાજી થઈ હતી.

Related posts

પીએમ મોદીના લોકડાઉનના નિર્ણયની આ દિગ્ગજ નેતાએ કાઢી ઝાટકણી

Nilesh Jethva

સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયા ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

JIOનો મોટો ધમાકો, Work From Home માટે લોન્ચ કર્યો ખાસ આ પ્લાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!