GSTV

ડોકલામમાં ફરીથી ચીનની દાદાગીરીના આસાર, ભારત સામે ચીનનો ટ્રિપલ પ્લાન ડિકોડ

2017ના ડોકલામ ખાતેના 73 દિવસના સૈન્ય ગતિરોધ બાદ ફરી નવેસરથી ચીને સરહદી દબાણમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. સંરક્ષણ નિષ્ણાંતો દ્વારા ડોકલામમાં ચીનના ભારત સામેના ટ્રિપલ પ્લાનને ડિકોડ કરવાની કોશિશ પણ થઈ રહી છે.

ડોકલામમાં ડ્રેગનની નવી ચાલનો ખુલાસો થયો છે. એક ન્યૂઝચેનલે પોતાની પાસેના ઈન્ટેલિજન્સ રિપોર્ટની માહિતીના આધારે દાવો કર્યો છે કે ચીનના સૈનિકો ડોકલામમાં ફરી એકવાર સડક નિર્માણમાં લાગી ગયા છે. 73 દિવસ જે સ્થાન પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે વિવાદની સ્થિતિ બની હતી. તેનાથી ચાર કિલોમીટર દૂર પૂર્વમાં ચીનના સૈનિકો દ્વારા સડક નિર્માણનું કામ થઈ રહ્યું છે. ચીન સડક નિર્માણ માટે મોટા-મોટા ઉપકરણોનો પણ ઉપયોગ કરી રહ્યું છે. આ વિસ્તાર ચુમ્બી ઘાટીમાં આવેલો છે. સડકની નજીક પીપલ્સ લિબરેશન આર્મીએ પોતાના સૈનિકોના આવાગમન માટે ત્રણ નવા હેલિપેડ પણ બનાવ્યા છે.

ચીનના સૈનિકોએ ઉનાળામાં ભારતની સાથે ઘર્ષણમાં ઉતરવાની સંપૂર્ણ યોજના બનાવી રાખી છે. ડોકલામમાં હાલ હવામાન સાફ હોવાને કારણે ચીનના સૈનિકો તરફથી સડક નિર્માણનું કામ હાથ ધરાયું છે. સૂત્રોનું કહેવું છે કે આ સડક લગભગ નવથી દશ મીટર પહોળી છે. આ સિવાય ચીને અહી વિવાદીત સ્થાનથી બસ્સોથી ત્રણસો મીટરના અંતરે પોતાના સૈનિકોની તેનાતી કરી છે. તેથી ચીને ઉત્તર ડોકલામના ઘણાં વિસ્તારોમાં પોતાના સૈનિકો માટે ચારસોથી વધારે ટેન્ટ બનાવી રાખ્યા છે. અહેવાલમાં દાવો કરાયો છે કે ચીને 60થી વધારે ફેબ્રિકેટેડ શેલ્ટર પણ બનાવ્યા છે.

નવમી ફેબ્રુઆરીએ ચીનની સેનાએ લડાખના ટ્રેક જંક્શનમાં બે ચીની હેલિકોપ્ટર દ્વારા ભારતીય સીમામાં પંદર કિલોમીટર અંદર સુધીની ઘૂસણખોરી કરી હતી. લગભગ ત્રીસ મિનિટ સુધી ચીનનું હેલિકોપ્ટર આ વિસ્તારમાં ઉડતું રહ્યું હતું. એટલું જ નહીં. નવમી ફેબ્રુઆરીએ લડાખની એક પોસ્ટ નજીક સવારે સાડા નવ વાગ્યે પીએલએના બે હેલિકોપ્ટરોને સુરક્ષાદળોએ જોયા હતા. સૂત્રોનું કહેવું હતું કે ચીન આ હેલિકોપ્ટરો દ્વારા આ વિસ્તારની રેકી કરવાના કામમાં લાગ્યું હતું.

એટલું જ નહીં પીએલએની પેટ્રોલિંગ પાર્ટી પણ જમીનના માર્ગે ભારતની સરહદમાં ઘણા સ્થાનો પર 19 કિલોમીટર અંદર સુધી ઘૂસી હતી. સૂત્રો મુજબ, લડાખના ડેપસાંગમાં 10 ફેબ્રુઆરીએ ચીનના સૈનિક 19 કિલોમીટર અંદર ભારતીય સીમામાં ઘૂસ્યા હતા. ભારતીય સેનાના વિરોધ બાદ ચીનના સૈનિકો પાછા ફર્યા હતા.

ત્રીજી ફેબ્રુઆરી અને આઠમી ફેબ્રુઆરીએ ચીનના સૈનિક સાત કિલોમીટર ભારતની સીમાની અંદર લડાખની ટ્રિગ હાઈટમાં ઘૂસ્યા હતા. સૂત્રો મુજબ, ટ્રિગ હાઈટ અને ડેપસાંગનો વિસ્તાર ભારત માટે રણનીતિક મહત્વ ધરાવતું સ્થાન છે. માટે ચીન અહીં હાવી થવાની કોશિશમાં હોય છે. આ વિસ્તારમાં ભારતની મહત્વપૂર્ણ દોલતબેગ ઓલ્ડી એરફીલ્ડ છે. દોલતબેગ ઓલ્ડી એરફીલ્ડ પર ચીન ઘૂસણખોરી દ્વારા નજર રાખવાની ફિરાકમાં રહે છે.

તાબડતોબ ઘૂસણખોરીના મામલામાં ચીને અરુણાચલ પ્રદેશને પણ છોડયું નથી. અરુણાચલ પ્રદેશના દિચૂમાં 12મી ફેબ્રુઆરીએ ચીનના સૈનિકો ભારતીય ક્ષેત્રમાં અઢીસો મીટર સુદી ઘૂસી આવ્યા હતા. તિબેટમાં ભારત-ચીન સીમાએથી માત્ર ત્રણ કિલોમીટરના અંતર પર ચીનની સૈનિકો કોન્ક્રિટ ડિફેન્ડેડ લોકેશન પણ બનાવી રહ્યા છે. અહીંથી ભારતીય સેનાની હિલચાલ પર પણ તેઓ નજર રાખી રહ્યા છે. ચીને ક્ષેત્રમાં પોતાની સૈન્ય સરસાઈ સ્થાપિત કરવાના ઈરાદે મિસાઈલ બ્રિગેડની પણ તેનાતી કરી છે.

ન્યૂઝચેનલ દ્વારા પોતાના અહેવાલમાં દાવો કરાયો છે કે ચીને તિબેટની કાશી એરફીલ્ડમાં યુદ્ધવિમાનોની તેનાતી કરી છે. ચીને કાશી એરફીલ્ડમાં એચક્યૂ-12 અને એચક્યૂ-9 નવી રડાર સિસ્ટમો લગાવી દીધી છે. ગત વર્ષ આ નવી રડાર સિસ્ટમનું ચીને તિબેટમાં જ યુદ્ધાભ્યાસ દરમિયાન ટેસ્ટિંગ કર્યું હતું.

Related posts

આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય, 11 હજાર કેદિઓને જેલમાંથી છોડી મુકશે પણ…

Arohi

વગર Lockdownએ એક મહિલાના દમ પર દક્ષિણ કોરિયાએ આ રીતે જીતી Corona સામે જંગ

Arohi

કોરોના મહામારી વચ્ચે આ કર્મચારીમાં ચિંતા, કહ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!