GSTV
Home » News » ડોકલામમાં તંગદિલી : ચીની સેનાનું શક્તિ પ્રદર્શન કર્યું

ડોકલામમાં તંગદિલી : ચીની સેનાનું શક્તિ પ્રદર્શન કર્યું

જંગ માટે તૈયાર રહેવા ચીની સૈનિકોને જિંગપિંગનું સૂચન આપ્યું છે, ડોકલામમાં જારી તંગદિલી વચ્ચે ચીની સેનાએ આજે જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું હતું.

શક્તિ પ્રદર્શનમાં ટેંક, મિસાઇલો, પરંપરાગત ફાઇટર જેટ વિમાનો, સ્ટીલ્થ વિમાનો સામેલ હતાં. ખાસ બાબત એ રહી હતી કે, ચીની પ્રમુખ શી જિંગપિંગ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જિંગપિંગે યુદ્ધ માટે તૈયાર રહેવા ચીનની સેનાને અપીલ કરી હતી

પીપલ્સ લિબ્રેશન આર્મીની સ્થાપનાના ૯૦ વર્ષ પુરા થવાના પ્રસંગે ઉત્તરીય ચીન સ્થિત એક લશ્કરી બેઝ ઉપર ભવ્ય લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા એડવાન્સ ફાઇટર જેટથી લઇને અનેક ચીની લશ્કરી ટુકડીઓએ ભાગ લીધો હતો.

પ્રથમ વખતઆવું બન્યું છે કે જ્યારે જિંગપિંગે લશ્કરી ટુકડીઓનું નિરીક્ષણ કર્યું છે અને સાથે સાથે સેનાના વસ્ત્રોમાં ઉપસ્થિત રહીને સેનાના જવાનોનો ઉત્સાહ વધાર્યો છે.

ઓગસ્ટના દિવસે મનાવવામાં આવનાર આર્મી ડેથી બે દિવસ પહેલા ચીને પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન કર્યું છે. સાથે સાથે શક્તિ પ્રદર્શન કર્યું છે. શક્તિ પ્રદર્શનમાં ટેંક, ગાડીઓ ઉપર ન્યુક્લિયર મિસાઇલો, પરંપરાગત ફાઇટર વિમાનોથી લઇને અતિઆધુનિક જે૨૦ સ્ટીલ્થ વિમાન પણ રજૂ કરાયા હતાં.

સમગ્ર દુનિયામાં ચીનની પાસે હાલમાં સૌથી મોટી સેના છે. ચીન હાલમાં પોતાની સેનાના આધુનિકીકરણમાં વ્યસ્ત છે. આ ક્રમમાં જ ચીને ભૂમિ સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

Related posts

4 વર્ષ જૂની ઘટનામાં કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, દિલ્હીની કેજરીવાલ સરકારે આપી મંજૂરી

Pravin Makwana

દિલ્હીમાં હિંસા વચ્ચે મુસ્લિમ ભાઈઓએ કરાવ્યા હિંદુ બહેનના ધામધુમથી લગ્ન, જાણો વિગતે

Ankita Trada

કોરોના વિશ્વમાં લાવશે મંદી : 6 દિવસમાં 5 લાખ કરોડ ડૂબ્યા, ભારતના અર્થતંત્ર કરતાં બમણું ધોવાણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!