GSTV

ડેબ્યૂ પહેલા કોહલીએ શાર્દૂલ ઠાકુરને મારી લાત, જુઓ VIDEO

Last Updated on September 3, 2017 by

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ચોથી વન ડે મેચમાં યુવા બોલર શાર્દુલ ઠાકુરને ભારતીય ટીમમાં સ્થાન અપાયું હતું ત્યારે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને શાર્દુલ ઠાકુર સાથે અજીબ મજાક કરી હતી. શાર્દુલ ઠાકુરને લાત મારતો વિરાટ કોહલીનો વીડિયો વાયરલ સામે આવ્યો છે.

વાત જાણે એમ છે કે, શ્રીલંકા સામે ચોથી વન ડે મેચમાં શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરાયો હતો. શાર્દુલ ઠાકુરની આ ડેબ્યૂ મેચ હતી ત્યારે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ટીમની રોટેશનલ સિસ્ટમ હેઠળ શાર્દુલને મોકો આપ્યો હતો. ચોથી વન ડે મેચ પહેલા ટીમના કોચ રવિ શાસ્ત્રીએ શાર્દુલને ભારતીય ટીમની કેપ આપી હતી. ત્યારે પ્રથમ મેચ રમી રહેલા શાર્દુલને ટીમના અન્ય ખેલાડીઓએ પણ આવકાર્યો હતો.

જ્યારે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ કોચ રવિ શાસ્ત્રી પાસે કેપ લેવા જઇ રહેલા શાર્દુલ સાથે મજાક કરતા લાત મારી હતી. જે અંગેનો વીડિયો સામે આવ્યો છે. આ પહેલા પણ કોહલીએ પ્રથમ ટેસ્ટ સિરીઝ દરમિયાન જંયત યાદવ સાથે મજાક કરી હતી.

ઉલ્લેખનીય છે કે પોતાની પ્રથમ વન ડે મેચમાં શાર્દુલે એક વિકેટ લીધી હતી. 25 વર્ષિય શાર્દુલ ભારત તરફથી વન ડે મેચમાં ડેબ્યૂ કરનાર 218મો ખેલાડી બન્યો છે.

Related posts

મોંઘવારીનો માર/ લોકડાઉન પહેલા સિમેન્ટની થેલીના 290 હતા, આજે 390 રૂપિયા, ઈંટો, ગ્રીટ અને સ્ટીલનો ભાવ પણ આસમાને

Pravin Makwana

કામનું/ 90 ટકા સબસિડી લઇને આજે જ શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે 2 લાખનો નફો

Bansari

PM Kisan/ આ ખેડૂતોને નહિ મળે 10માં હપ્તાના 2000 રૂપિયા, જાણો સરકારના નિયમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!