GSTV

ડીસા : આચાર્યે વિદ્યાર્થીની છેડતી કરતા વાલીઓમાં રોષ, ગ્રામજનો દ્વારા શાળાની તાળાબંધી

Last Updated on August 18, 2017 by

ડીસાની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરતા વાલીઓ રોષે ભરાયા હતા. આ મામલે ફરિયાદ નોંધાવા છતા આચાર્યની ધરપકડ ન થતા ગ્રામજનોએ રોષે ભરાઇ તાળાબંધી કરી હતી. તાળાબંધીને કારણે વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય ઠપ્પ થયું છે.

બનાસકાંઠાના ડીસાની નવા પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે. ડીસા તાલુકાની નવી પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળા બંધી કરી રોષ ઠાલવ્યો છે. શાળાના આચાર્યએ વિદ્યાર્થીની છેડતી હતી. જેથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે આચાર્ય વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતા ફરિયાદના ચોથા દિવસે પણ આચાર્યની ધરપકડ ન થતાં ગ્રામજનોએ તાળાબંધી કરી છે અને જ્યાં સુધી આચાર્યની ધરપકડ નહિ થાય ત્યાં સુધી શાળા નહિ ખોલવાની ચીમકી આપી છે. શાળાને તાળાબંધી કરાતા 500 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ ગયું છે.

Related posts

દેશને ભારતીય સ્ટેટ બેન્ક જેવી વધુ 4-5 બેંકોની જરૂર છે: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન

Pritesh Mehta

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

Bhawanipur By Election: પ્રચારનો છેલ્લો દિવસ, હાઈપ્રોફાઈલ સીટ પર બવાલ: મારી હત્યાનું હતું ષડયંત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!