GSTV
Home » News » ડીસામાં બે કરોડના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલીસ માટે આશિર્વાદરૂપ

ડીસામાં બે કરોડના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલીસ માટે આશિર્વાદરૂપ

બનાસકાંઠા જિલ્લાના આર્થિક નગર ગણાતા ડીસામાં બે કરોડના ખર્ચે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલીસ માટે આશિર્વાદરૂપ બન્યા છે. શહેરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા નગરપાલિકાની સફાઇની પરિસ્થિતિ તો સત્તાધીશો સુધી પહોંચાડે છે પરંતુ પોલીસ માટે 24 કલાક બાજ નજર રાખીને ગુનેગારોને પણ ઝડપી પાડે છે.

બનાસકાંઠાના ડીસામાં 60થી વધુ હાઇ ડેફીનેશન કેમેરા સમગ્ર શહેરની ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યા છે. નગરપાલિકા દ્વારા થતી સફાઈ, કચરાના નિકાલ માટેની વ્યવસ્થા યોગ્ય થાય અને નગરપાલિકાના રાત્રી દરમ્યાનના કામો પર બાજ નજર રાખી શકાય તે માટે બે કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. જે કેમેરા નગરપાલિકા માટે તો આશીર્વાદરૂપ છે. પરંતુ પોલીસ માટે વધુ ફાયદાકારક નીવડી રહ્યા છે.

ડીસામાં સીસીટીવી કેમેરા લાગતા પોલીસનું કામ સરળ બની ગયું છે. સમગ્ર ડીસા શહેરમાં ૨૪ કલાક બાજ નજર રાખતા સીસીટીવીને કારણે ગુનાનો ગ્રાફ નીચો આવ્યો છે. શહેરના તમામ રસ્તાઓ પર સીસીટીવી કેમેરાનું મોનિટરીંગ હોવાથી તમામ ઘટનાઓ તેમાં કેદ થાય છે. જેના કારણે ચોરી, મારામારી અને લૂંટ જેવી ઘટનાઓના ફૂટેજ આસાનીથી મળી જાય છે. પોલીસે આ રીતે અનેક ગુનાના ભેદ ઉકેલ્યા છે.

નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલીસ અને નગરપાલિકા માટે બેવડી ફરજ નિભાવી રહ્યા છે. સીસીટીવી કેમેરા લાગતા રીઢા ગુનેગારો પણ જાણે કે હવે ચોરી કે લૂંટની ઘટનાને અંજામ આપતા ખચકાય છે. ત્યારે જો રાજ્યના તમામ શહેરોમાં સીસીટીવી લગાવાય તો તેનો ફાયદો તંત્રને ચોક્કસપણે થઇ શકે.

Related posts

અમદાવાદ, આગરા અને દિલ્હી બાદ આ સિટીની પણ મુલાકાત લઈ શકે છે ટ્રમ્પ

Pravin Makwana

આ શાળામાં છેલ્લા સોળ વર્ષથી આદિવાસી બાળકોને સરકારી ગ્રાન્ટ વગર કરાવવામાં આવે છે અભ્યાસ

Nilesh Jethva

નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને ધ્યાનમાં રાખીને સુરતમાં તૈયાર કરાઈ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમની નોટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!