GSTV

ડીસામાં ખેડૂતો રોષે ભરાયા, પુરતો ભાવ ન મળતા રસ્તા પર ફેંક્યા બટાટા

એક તરફ સરકાર ખેડૂતો માટે વિકાસના દાવા કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઇક બીજી જ છે. ડીસામાં ખેડૂતોએ પોતાના પ્રશ્નોને લઇને ચક્કાજામ કર્યો છે. ડીસામાં બટાટાના ભાવ અને પિયત માટે પાણી ન મળતા હોવાના મામલે ડીસા હાઇવે પર ચક્કાજામ કર્યો છે. ખેડૂતોએ રસ્તા પર બટાટા ફેંકીને વિરોધ નોંધાવ્યો છે તથા જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આત્મવિલોપનની ચીમકી પણ આપી છે.

રાજ્યમાં ભાજપ સરકાર ખેડૂતોના વિકાસ માટેના મોટા દાવા કરે છે. રાજ્યમાં ખેડૂતોની ચિંતા હોવાનું જણાવી રાજ્ય સરકાર કૃષિ મેળાનું પણ આયોજન કરે છે. પરંતુ ડીસામાં ખેડૂતોની પોતાની માંગને લઇને વિરોધ બાદ રાજ્ય સરકારની પોલ ખુલી ગઇ છે. ડીસામાં ખેડૂતોએ બટાટાના ભાવો નહીં મળતા રસ્તા પર બટાટા ફેંકીને વિરોધ દર્શાવ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ ડીસા-રાધનપુર હાઇવે પર ચક્કાજામ કર્યો છે. ચક્કાજામ કરતા ખેડૂતોએ રસ્તા પર ટાયર સળગાવીને પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

મહત્વનું છે કે ખેડૂતોએ બટાટાના ભાવ અને પિયત માટે પાણી નહીં મળતા તથા પોતાની માંગ નહીં સ્વીકારાતા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

IPL 2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!