ડિપ્રેશનથી પીડાતા બાળકોને પડે છે આ કામ કરવામાં મુશ્કેલી, જો જો ક્યાંક તમારા બાળકમાં તો આ લક્ષણ નથીને

ડિપ્રેશનથી પીડાતા બાળકોમાં સામાજિક અને શૈક્ષણિક કૌશલ્ય ગુમાવવાની શક્યતા છ ગણી વધારે છે. આવા બાળકોને લોકો સાથે વાતચીત અને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી શકે છે. વિજ્ઞાનીઓ કહે છે કે ૬-૧૨ વર્ષની વયના ૩% બાળકો ડિપ્રેશનની સમસ્યાથી પીડાય છે, પરંતુ માતાપિતા અને શિક્ષકો બાળકોમાં ડિપ્રેશનને સરળતાથી ઓળખી શકતા નથી.

મિઝોરી અમેરિકન યુનિવર્સિટીના પ્રોફેસર કીથ હર્મનએ કહ્યું કે, જ્યારે શિક્ષકો અને માતા-પિતાને બાળકોમાં રહેલા ડિપ્રેશનના સ્તરને માપવાનું કહેવામાં આવ્યું ત્યારે સામાન્ય રીતે તેમના રેટિંગમાં ૫-૧૦ ટકાનો તફાવત જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આવા બાળકો શાળામાં મિત્રો બનાવી શકતા નથી તેમજ ઘરે પણ કોઈ એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. આ બાબતની નોંધ શિક્ષકો તેમજ માતાપિતા એ લેવી જોઈએ.


       સંશોધકોએ આ અભ્યાસ માટે પ્રાથમિક શાળાના ૬૪૩ બાળકોની પ્રોફાઇલ્સનું વિશ્લેષણ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે સ્કૂલના ૩૦ ટકા બાળકોને ડિપ્રેશનનો વધુ અનુભવ થયો છે, પરંતુ માતાપિતા અને શિક્ષકો ઘણી વખત બાળકોમાં ડિપ્રેશનને ઓળખવામાં નિષ્ફળ જાય છે. 


    હાર્મનને જાણવા મળ્યું હતું કે, ડિપ્રેશનના સંકેતો ધરાવતા બાળકોમાં, તેમની ઉંમરના અન્ય બાળકો કરતા કૌશલ્યના અભાવના છ ગણો વધુ ભય થવાની સંભાવના છે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter