ડાયેટમાં ઉમેરો આ એક ફળ અને પછી જુઓ ચમત્કાર

પપૈયુ બહુ ઓછા લોકોને ભાવતુ હોય છે અને ઘણાં લોકો તો એ ત્યારે જ ખાય છે જ્યારે બીમાર પડે. પરંતુ જો તમારે ગ્લોઈંગ સ્કિન જોઈતું હોય તો એને તમારા નિયમિત ડાયેટમાં સ્થાન આપો, પપૈયાથી તમારી સ્કિન સારી થઇ જશે . આવો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો…

– એક વાડકી પપૈયુ ખાઓ. સાથે જ પપૈયાને મેશ કરીને ફેસ પર લગાવીને 15 મિનિટ રાખો. પછી એને સ્ક્રબની જેમ રગડીને કાઢો. છેલ્લે હુંફાળા પાણીથી ફેસ ધોઈ નાંખો.

–  બીજા દિવસે પપૈયાના પલ્પને બદલે એનો રસ લગાવીને 10 મિનટ રાખો. રસ સુકાય પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો.

– ત્રીજા દિવસે પપૈયાને મેશ કરીને લીંબુનો રસ મિક્સ કરો. તેને ફેસ પર લગાવીને 15 મિનિટ રાખો. એ પછી નોર્મલ પાણીથી ફેસ ધોઈ નાંખો.

– ચોથા દિવસે ફરી પપૈયા અને લીંબુના રસનો ફેસ પર2ક લગાવો. ચોથા દિવસે સાંજ સુધીમાં તમને એવું લાગશે કે તમારી સ્કિન પહેલા કરતાં વધારે ગ્લો કરવા લાગી છે. આને લગાવવાથી ત્વચાની ટેનિંગ દૂર થશે અને કલર ટોન પણ સુધરશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter