ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બિમારીમાં રામબાણ ઇલાજ છે રસોડાની આ એક વસ્તુ

કલૌંજી ગરમ મસાલામાં વપરાતો એક મસાલો છે. જે દેખવામાં કાળા જીરું જેવું છે અને ઇઝિલી અવેલેબલ હોય છે. અગત્યની વાત એ છે કે તે માત્ર એક મસાલો નથી પણ ઘણી ગંભીર સમસ્યાઓથી બચાવી શકે તેવી દવા છે. કલૌંજીમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન જેવા 100થી વધુ પોષક તત્વો હોય છે જે શરીર માટે બહુ જરૂરી હોય છે.

કંટ્રોલમાં રાખે શુગર લેવલ

ડાયાબિટીઝ થવું એ હવે સામાન્ય વાત છે. ઘણાં લોકો આ બીમારીનો ભોગ જલદી બને છે. આવામાં કલૌંજી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં બહુ ઉપયોગી નીવડે છે. તે તમારા શરીરમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે અે બીજી ઘણી તકલીફોમાં પણ રાહત આપે છે.

એચઆઈવી રોગિઓ માટે ઉપયોગી

અમેરિકામાં એક રિસર્ચમાં એચઆઈવી રોગીઓને કલૌંજી, મધ અને લસણની કેપ્સૂલ આપવામાં આવી. થોડાં જ દિવસોમાં તેમનામાં શરીરની રક્ષા કરતાં ટી-4 અને 8 લિંફેટિક કોશિકાઓમાં વધારો થયેલો જોવા મળ્યો હતો.

મટાડે છે પથરી

આ ઉપરાંત તમને પથરીની તકલીફ રહેતી હોય તો કલૌંજીના દાણાને ક્રશ કરીને મધ સાથે લો. પથરી જલદી નીકળી જશે.

કેન્સર સામે લડવાની ક્ષમતા

તમને જણાવી દઇએ કે કલૌંજી કેન્સર સામે લડવાની પણ તાકાત ધરાવે છે. એક ચમચી કલૌંજીના તેલને એક ગ્લાસ દ્રાક્ષના રસ સાથે પીવાથી કેન્સરની કોશિકાઓ ઘટવા લાગે છે.

ખાલી પેટ લેવાથી થાય છે રાહત

જો તમને ડાયાબિટીઝ હોય તો કલૌંઝીના બીજ, રાઈ અને દાડમની છાલનો ચૂર્ણ બનાવીને રાખો. તેને રોજે ખાલી પેટ લેવાથી તકલીફમાં રાહત થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter