ઠગ્સ ઓફ હિન્દુસ્તાન હીટ ન થતાં કમાણી કરવા માટે અપનાવાયો આ હવે રસ્તો

ચાઈના, ભારતીય ફિલ્મો માટે આકર્ષક માર્કેટ રહ્યું નથી, પરંતુ જ્યારે આમિર ખાનની મૂવી ડંગલ થિયટેરોમાં હિટ થઈ, ત્યારબાદ તેમણી જોવાની દ્રષ્ટિમાં બદલાવ આવ્યો હતો. તેમજ હવે યશ રાજ ફિલ્મ્સ(વાયઆરએફ) દ્વારા બનાવવામાં આવેલી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ચીનમાં તેની કિંમત પુન:પ્રાપ્ત કેરે તેવી આશા રાખી રહી છે.   આ મૂવી રૂ .૩૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી હોવાનો અંદાજ છે, તેમજ આ મૂવી ઘરેલું ભૂમિ પર રૂ. ૧૫૦ કરોડની કમાણી કરવામાં પણ નિષ્ફળ રહી હતી. જે ઉદ્યોગ માટે મોટી નિરાશા તરફ દોરી ગયું છે, પરંતુ પ્રોડ્યૂસરે તેની આશા છોદી નથી અને તેની નુકસાનીનું વળતર ચાઈનામાંથી મેળવાની અપેક્ષા રાખે છે. એવું લાગે છે કે, ચીનના પ્રેક્ષકોમાં આમિર ખાનની લોકપ્રિયતાને કારણે વાયઆરએફ કમાણી કરશે.

તમામની નજર આમિર ખાનની નવી આવનાર મૂવી પર

ઉપરાંત ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના રિલિઝ સાથે આમિર ખાનની છઠ્ઠી ફિલ્મ ચાઈનામાં રિલિઝ કરવામાં આવશે. પુરોગામી મૂવીની સફળતાના અનુભવ પરથી હવે તમામની નજર આમિર ખાનની નવી આવનાર મૂવી તે સફળતા પ્રાપ્ત કરશે કે નહીં તેના પર છે.   સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મ આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં ચીનમાં રિલિઝ થવાની સંભાવના છે. વધુમાં, ચાલું સમય ઘટાડવા માટે આ ફિલ્મ ફરીથી એડિટ કરવામાં આવી છે. આ મૂવી અગાઉ ૨ કલાક ૪૪ મિનિટની હતી, જેમાંથી કેટલાક શોટ અને ક્રેડિટને કટ કરીને હવે આ મૂવી ૨ કલાક અને ૨૧ મિનિટની કરવામાં આવી છે.

ડિજિટલ રાઈટના વેચાણથી યશ રાજ ફિલ્મસ અંદાજે રૂ.૧૫૫ કરોડની કમાણી પ્રાપ્ત કરી

આ મૂવીએ ચાઈનીઝ ફિલ્મ ઓથોરિટીનું પ્રમાણપત્ર પણ મેળવ્યું છે. મજબૂત પ્રિ-સેલ્સ અને રેકોર્ડ હોવા છતાં, ફિલ્મ તેના રોકાણને પુનઃપ્રાપ્ત કરવામાં સક્ષમ રહી નથી. જોકે થોડા અહેવાલો સૂચવે છે કે, તેનું મ્યૂઝિક, સેટેલાઈટ અને ડિજિટલ રાઈટના વેચાણથી યશ રાજ ફિલ્મસ અંદાજે રૂ.૧૫૫ કરોડની કમાણી પ્રાપ્ત કરી શકે છે, છતાં તેના ખર્ચની પુનઃપ્રાપ્તિ માટેનો એક મોટો ભાગ હજુ પણ અધૂરો છે. તેથી આ વધારાનો ખર્ચ ચીનમાંથી પ્રાપ્ત કરવાની આશા રાખી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter