GSTV
Home » News » ટોપલેસ ફોટોશુટ કરીને આ હિરોઇનને મચાવ્યો હતો હંગામો, આ એક ખરાબ આદતે કરિયર બરબાદ કરી દીધુ

ટોપલેસ ફોટોશુટ કરીને આ હિરોઇનને મચાવ્યો હતો હંગામો, આ એક ખરાબ આદતે કરિયર બરબાદ કરી દીધુ

બોલીવૂડની ટોપ હિરોઈનમાં સામેલ મમતા કુલકર્ણી 90નાં દાયકાની સૌથી ખુબસુરત અને જાજરમાન અભિનેત્રી હતી. તેમણે અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સહત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યુ. વર્ષ 1992માં આવેલી ત્રિરંગા ફિલ્મથી મમતાએ ફિલ્મ ઉદ્યોગમાં પા-પા પગલી કરી. આ ફિલ્મ હિટ થઈ અને મમતાની કરિયરની ગાડી ચાલવા માંડી. વર્ષ 1993માં મમતાએ ટોપલેસ ફોટોશૂટ કરાવીને હડકંપ મચાવી દિધો હતો. તેમનાં ચાહકો મમતાની એક ઝલક મેળવવા માટે કલાકો ઇન્તેજાર કરતા હતાં. જો કે એક સમય એવો પણ હતો, જ્યારે લોકો મમતા કુલકર્ણીને જાનથી મારી નાખવા માગતા હતાં.

આ વાત એ સમયની છે જ્યારે મમતા ફિલ્મ ઉદ્યોગમામ નવા હતાં. કોઈ તેમને ઓળખતું પણ ન હતું. તે વખતે સ્ટારડસ્ટ મેગેઝીનનાં કવર શુટ માટે એક નવા ચહેરાની તલાશ હતી. મોટી હિરોઈને પણ આ મેગેઝીન માટે શુટ કરાવાની ના પાડી દિધી હતી. ત્યારે કોઈએ મમતા કુલકર્ણીનું નામ સુચવ્યુ. મમતા આ કામ માટે તુરત જ તૈયાર થઈ ગઈ હતી. જ્યારે મમતાને ખબર પડી કે આ ફોટોશુટ માટે તેણે ટોપલેસ થવું પડશે. ટોપલેસ થવાની વાત સાંભળીને મમતાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. આ વાતનો ખુલાસો તે ફોટોશુટ કરવા વાળા ફોટોગ્રાફર જયેશ શેઠે એક ઇન્ટરવ્યુમાં કહિ હતી.

જયેશનાં જણાંવ્યા પ્રમાણે મમતા ટોપલેસ શુટની વાત સાંભળીને બોલી કે, આ કામમાં બહુ જોખમ છે. મને વિચારવાનો સમય આપો. જો આ ચાલી જાય તો અલગ વાત છે, પરંતુ જો ન ચાલે તો મારો પરિવાર અને ફિલ્મ ઉદ્યોગ મને બહાર ફેંકી દેશે. થોડો સમય વિચાર્યા પછી મમતા માની ગઈ હતી. તેણે શરત રાખી હતી કે, જો ફોટોશુટ મને પસંદ આવશે તો જ તે મેગેઝીનમાં છાપવામા આવશે. નિર્માતા મમતાની આ વાત માની ગયા. મમતાએ કોઈ પણ પ્રકારના ખચકાચ વિના જોરદાર ટોપલેસ પોઝ આપ્યા. મમતાને આ ફોટોશુટ ખુબ પસંદ આવ્યા અને જલદી માર્કેટમાં પણ આવી ગયા.

જોત-જોતામાં બધા મેગેઝીન વેંચાઈ ગયા. ઘણા મેગેઝીન તો બ્લેકમાં વેંચવા પડ્યા. આ ફોટોશુટનાં માધ્યમથી મમતા કુલકર્ણીને ઘણી ખ્યાતિ મળી. ફોટોશુટ માટે મમતાને ભારે દંડ ચુકવવો પડ્યો. જો કે તેનાથી મમતા રાતો-રાત લાઈમલાઈટમાં આવી ગઈ. ઘણાં લોકોને મમતા કુલકર્ણીનું ફોટોશુટ માફ ન આવ્યું. અનેક લોકો મમતા કુલકર્ણીનાં વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા. ઘણાં લોકોએ તેની હત્યા કરવાની ધમકી સુદ્ધા આપી હતી. જો કે આ બધી બાબતોથી મમતા કુલકર્ણીને ફાયદો જ થયો. આમીર ખાનથી લઈને સલમાન ખાન, દરેક મોટા સ્ટાર્સ મમતા કુલકર્ણીનાં બોલ્ડ ફોટોશુટનાં વખાણ કર્યા.

નામાંકિત પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટરોએ મમતા કુલકર્ણીને પોતાનાં ફિલ્મમાં લેવાની ઇચ્છા વ્યક્ત કરી. બસ અહિથી જ મમતા કુલકર્ણીનાં સ્ટારડમનો નવો રસ્તો શરૂ થયો. પણ કોને ખબર છે કે સમય જતા શોહરત અને સ્ટારડમ આવુ સ્વરૂપ ધારણ કરશે. ક્યારેક સફળતાનાં શિખર પર રાચતી મમતા બેનરજી આજે કંગાળ છે.

શરૂઆતમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે સંબંધનાં સમાચાર પણ વહેતા થયા હતાં. થોડા સમય બાદ તેનું નામ ડ્રગ્સ હેરાફેરી કરવા વાળા વિજય ગૌસ્વામી સાથે પણ જોડાય ગયું. તેની સાથે જ મમતા દુબઈ અને કેન્યામાં રહેતી હતી. તસ્કરીને કારણે મમતા જેલમાં જતી રહિ. ત્યારબાદ મમતા આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો. તેણે “ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગિન” નામે એક પુસ્ત લખ્યું. બોલીવૂડમાં વાપસી કરતી વખતે તેણે નિવેદન આપ્યું હતું કે,શું ઘીને ફરીથી દૂધ બનાવવું મુશ્કેલ છે?

READ ALSO

Related posts

ડાબા હાથ ગણાતા વ્યક્તિએ 2019ની ચૂંટણીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને પરસેવો છોડાવ્યો, ભાજપે ખેલ્યો મોટો ખેલ

Path Shah

અપક્ષમાંથી ભાજપમાં ભળેલા ઉમેદવાર પર દાવ સફળ, ફટાક્ડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો

Riyaz Parmar

પરેશ ધાનાણીની હાર પર બાવકુભાઈ ઉંઘાડે માર્યો ટોણો, કામ કરવું નથી ને મત માંગવા છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!