GSTV
Home » News » ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ જ રહેશે : સોમનાથના ચરણે શિશ ઝુકાવતા CM

ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ જ રહેશે : સોમનાથના ચરણે શિશ ઝુકાવતા CM

કમુરતા ઉતરતાની સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પરિવાર સાથે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન સોમનાથની પૂજા અર્ચના કરી હતી. તેમણે ગુજરાતનૌ વૈભવ વિકાસ કાયમ વધતો રહે તેવી પ્રાર્થના કરી હતી.

સોમનાથ મંદિર પહોંચતા પહેલા તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ ભરવાડ સમાજ સાથે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ, પૂર્વ રાજ્યપ્રધાન જશા બારડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો મગફળીની ખરીદીને લઈને CM રૂપાણીએ સરકાર દ્વારા હજુ પણ મગફળીની ખરીદી કરાશે તેવું ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. સાથે જ ફેબ્રુઆરીમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો ઝળહળતો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Related posts

લગ્ન કરી રહી છે યે રિશ્તા… ની એક્ટ્રેસ, મહેંદી ફંક્શનમાં જોવા મળ્યો રાજકુમારીનો રૉયલ લુક

NIsha Patel

રાજકોટમાં વધી રહેલાં રોગચાળાનાં વિરોધમાં કોંગ્રેસનાં દેખાવો

Mansi Patel

સુરતના સિલ્ક સીટી માર્કેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!