GSTV

ટી20 વર્લ્ડ સિરીઝ વિજેતા ટીમના 14 ક્રિકેટરો સપડાયા ભૂખમરામાં, બીસીસીઆઈની પણ નથી મળી કોઈ મદદ

ભારતીય ક્રિકેટ ટીમે ગયા વર્ષે દિવ્યાંગો માટેની ટી20 વર્લ્ડ સિરીઝ જીતી હતી. જોકે ચેમ્પિયન બન્યાના લગભગ 18 મહિના બાદ પણ તે ટીમના 18માંથી 14 ખેલાડી આજે ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. તેમાં જમ્મુ-કાશ્મીરનો વસિમ ઇકબાલ અને મહારાષ્ટ્રનો કૃણાલ ફણસે પણ સામેલ છે. કૃણાલ પાસે ઇલેક્ટ્રિકલ અને વસિમ પાસે મિકેનિકલ એન્જિનિયરિંગની ડીગ્રી છે. આમ છતાં તેઓ બેકાર છે. તેઓ હાલમાં ખેતરમાં મજૂરી કરવા માટે મજબૂર થયા છે.

વિકલાંગ માટેની ટી20 સિરીઝમાં કૃણાલ અને વસિમ ભારતના ઓપનર

વિકલાંગ માટેની ટી20 સિરીઝમાં કૃણાલ અને વસિમ ભારતના ઓપનર હતા. આ સિરીઝમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં આ બંનેનો ફાળો અમૂલ્ય હતો. પાકિસ્તાન સામેની અંતિમ લીગ મેચમાં ભારતને 150 રનનો ટારગેટ મળ્યો ત્યારે આ બંનેએ 126 રનની ભાગીદારી નોંધાવીને ટીમના વિજયનો માર્ગ મોકળો કરી નાખ્યો હતો. ભારતે 17.1 ઓવરમાં જ ટારગેટ વટાવી દીધો હતો. ત્યાર બાદ બરાબર એક વર્ષ અગાઉ 2019ના ઓગસ્ટની 13મી તારીખે ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 36 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.

ટીમનો કેપ્ટન મુંબઈમાં એક ખાનગી કંપનીમાં કરે છે નોકરી

દેશનું નામ રોશન કરનારા તથા એન્જિનિયરિંગની ડીગ્રી ધરાવતા આ બે ખેલાડી ઉપરાંત ટીમના અન્ય 12 ખેલાડી પણ બેકાર છે. ચાર જ ખેલાડી નોકરી કરી રહ્યા છે જેમાં મુંબઈનો રવીન્દ્ર સંતે રેલવેમાં છે તો નાગપુરનો ગુરદાસ રાઉત નેવીમાં છે. વિકેટકીપર તુષાર પૌલ બંગાળમાં શિક્ષક છે અને ટીમનો કેપ્ટન મુંબઈમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

અમે ચેમ્પિયન બનીશું તો તમામને નોકરી મળી જશે

કૃણાલે કહ્યું કે ગયા વર્ષે ચેમ્પિયન બન્યા ત્યારે તમામ ખેલાડીની ચર્ચા થતી હતી અને એમ કહેવાતું હતું કે અમે ચેમ્પિયન બનીશું તો તમામને નોકરી મળી જશે. પણ, બોર્ડ તરફથી પુરસ્કાર પેટે 2.70 લાખ રૂપિયા મળ્યા તે સિવાય કાંઈ અપાયું નથી.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!