GSTV

જયસૂર્યાની આગેવાનીવાળી પસંદગી સમિતિનું રાજીનામું

Last Updated on August 29, 2017 by

સનત જયસૂર્યાની આગેવાની હેઠળની શ્રીલંકાની ક્રિકેટ ટીમની પસંદગી સમિતિએ ઝિમ્બાબ્વે બાદ ભારત સામે ટેસ્ટ સિરીઝ ઉપરાંત વન ડે સિરીઝની પ્રથમ ત્રણ વન ડે મેચમાં મળેલી હાર બાદ રાજીનામું આપ્યું છે.

શ્રીલંકાના ખેલ મંત્રાલય અનુસાર, સનત જયસૂર્યા, રંજીત મદુરાસિંધે, રોમેશ કાલુવિથલા, અસંકા ગુરુસિંધા અને એરિક ઉપાશાંતાએ પોત-પોતાના પદ પરથી રાજીનામાં આપ્યા છે. શ્રીલંકાના એક ક્રિકેટ અધિકારી અનુસાર, બોર્ડે મંગળવારે સાંજ સુધી આ તમામના રાજીનામા સત્તાવાર રીતે સ્વીકાર્યા નથી. જ્યાં સુધી તેની પૃષ્ટિ ન થાય ત્યાં સુધી તેઓ પોતાના પદ પર બની રહેશે. જો કે, એમ માનવામાં આવી રહ્યું છે કે, રાજીનામું સ્વીકાર કરાયા બાદ પણ તેઓ 6 સપ્ટેમ્બરે પૂરો થનાર ભારતીય પ્રવાસ સુધી પોતાના પદ પર યથાવત રહેશે. ઉલ્લેખનીય છેકે, આ પસંદગી સમિતિનો મે માસમાં છ મહિનાનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો.

Related posts

BIG BREAKING: ક્રિકેટર હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ, ઈજાથી છે સતત પરેશાન!

pratik shah

Big Breaking / વનડેમાં રોહિત શર્મા બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા BCCIનો મોટો નિર્ણય

Zainul Ansari

નામની રમત / અક્ષર+પટેલ… રવીન્દ્ર+જાડેજા, જ્યારે સાથે આવ્યા Ind-NZના ખેલાડી અને બની ગયું આખું નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!