ટામેટા અને રીંગણ ખાવામાં રાખો સાવધાની, થઇ શકે છે આ ગંભીર બિમારી

  શાકમાં સ્વાદ વધારવો હોય કે સલાડ અનેચટણી બનાવવી હોય, ટામેટા રોજ ખાવામાં ઘણા ઉપયોગમાં આવે છે. ઘણા બધા વિટામિન, એન્ટી ઓક્સીડેન્ટઅને મિનરલ્સથી ભરપૂર ટામેટા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. ટામેટા વિટામિન-સીના સ્ત્રોતની સાથે સાથે જૈવિક સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ,પોટેશિયમ, મેગ્નેશિયમ અનેસલ્ફરનો પણ સ્ત્રોત છે. ટામેટામાં રહેલ ગ્લૂટાથીઓન શરીરની રોગ પ્રતિકારક શક્તિવધારે છે, અને પ્રોસ્ટ્રેટ કેન્સરથી પણ શરીરની રક્ષા કરે છે. ઘણા લોકો માનેછે કે ટામેટા, પાલક અને રીંગણ ખાવાથી પથરી થવાનો ભય રહે છે. આવો તમને જણાવીએ કે આપૌષ્ટિક ફળ અને શાકભાજી પથરી માટે જવાબદાર હોય છે કે નહીં.

કેવો છે ટામેટા અને પથરીનો સંબંધ?

         પથરી સામાન્યરીતે ત્યારે થાય છે જયારે કિડનીમાં ઓકઝાલેટ અને કેલ્શ્યમ જેવા ઘણા તત્વો જમા થઇને કડક પથ્થર જેવા બની જાય. જયારે તમે ઓક્ઝાલેટની વધારે માત્રા વાળા પદાર્થનું સેવન કરો છો ત્યારે પથરી થવાની આશંકા વધી જાય છે. એમ તો ટામેટામાં પણ ઓક્ઝાલેટ હોય છે, પરંતુ સીમિત માત્રામાં ટામેટા ખાવાથી પથરી થતી નથી.

ટામેટા ખાતી વખતે રાખજો આ સાવધાનીઓ:

           સામાન્ય રીતે ટામેટા ખાવાથી તમને કોઈપણ પ્રકારના રોગનો ભય રહેતો નથી. હાં, જો તમે ટામેટાના શોખીન છો અને વધારે માત્રામાં એનું સેવન કરો છો, તો એના બીયા(બીજ) કાઢીને એનો પ્રયોગ કરો. એના સિવાય જો તમને પહેલાથી જ પથરી છે તો તમારે ટામેટા, રીંગણ અને મરચાનું સેવન ઓછું કરી દેવું જોઈએ. તમે બીયા કાઢીને થોડી માત્રામાં ટામેટાનું સેવન કરી શકો છો. એના સિવાય ઘણા લોકો ટામેટાની ચટણી બનાવવા માટે પથ્થર વાળા દસ્તાનો ઉપયોગ કરે છે. કોઈપણ મસાલો, ચટણી, ફળ કે શાકભાજી પીસવા માટે પથ્થર વાળા દસ્તાનો ઉપયોગ ન કરવો. એનાથી તમને પથરી થવાની સંભાવના વધી જાય છે.

ટામેટા ખાવાથી શરીરને મળે છે આ ફાયદા :

        ટામેટામાં થોડા, એવા તત્વો મળી આવે છે જે ભૂખ લગાવવા વાળા હોર્મોન્સને ઓછા કરી દે છે. જેથી એને ખાવાથી ભૂખ નથી લાગતી. એને ખાવાથી વજન ઓછું થાય છે અને ઘણી બીમારીઓથી છુટકારો મળે છે. ટામેટામાં વિટામિન-સી, બીટાકેરોટીન, લાઈકોપીન, વિટામિન-એ તથા પોટેશિયમ ભરપૂર માત્રામાં મળે છે. જેનાથી હૃદયની બીમારીનો ભય ઓછો થાય છે. ગરમીઓમાં એનું સેવન ઘણું ફાયદાકારક છે.

આ ખાદ્ય પદાર્થોથી પણ નથી થતી પથરી:

        ટામેટા સિવાય મરચા અને રીંગણ જેવા બીયા વાળા આહારથી પથરી થાય છે, એવું ઘણા લોકો માને છે. એવી જ રીતે દૂધમાં કેશિયમ વધારે હોવાથી, ઘણા લોકો માને છે કે પથરી માટે તે જવાબદાર થઇ શકે છે. પણ ખરેખર એવું નથી. રીંગણ અને દૂધમાં કેલ્શિયમની માત્રા વધારે હોવાથી પથરી સાથે તેમનો કોઈ સંબંધ નથી. પરંતુ વાસ્તવમાં તો કેલ્શિયમની ઉણપને કારણે પથરીનો ભય વધી જાય છે.

આ વસ્તુઓના સેવનમાં રાખો સાવધાની.

           ચા, કોફી, પાલક, નટ્સ, એરેટેડ ડ્રિંક્સ, ઓક્ઝાલેટેડ ફુડ્સ, વધારે મીઠાવાળા ફુડ્સ અને અથાણાં, મેરિનેડ કરેલું ભોજન વગેરે પથરીનું કારણ બને શકે છે. એના સિવાય સી-ફૂડ અને ટેબલ સોલ્ટેડ રેડ મીટમાં યુરિક એસિડ સારી માત્રામાં હોય છે જે પથરીનું કારણ બની શકે છે. એના સિવાય ઓછું પાણી પીવાથી પણ પથરી થવાની સંભાવના વધે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter