GSTV
Home » News » જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ ધર્મસ્થળનો રૂ.90 કરોડના ખર્ચે થશે વિકાસ

જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ ધર્મસ્થળનો રૂ.90 કરોડના ખર્ચે થશે વિકાસ

બાર જયોતિલીંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર આવનાર દિવસોમાં યાત્રાળુઓ માટે વધુ સુવિધાજનક અને આકર્ષણનુ કેન્દ્ર બનશે. સરકાર દ્વારા રૂ.90 કરોડથી વધુની રકમના ચાર નવા પ્રોજેકટને મંજૂરી આપવામા આવી છે.

કરોડો લોકોની આસ્થાનુ કેન્દ્ર એવુ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરની ભૂમી પર્યટનક્ષેત્રનુ હબ બની લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે વિશ્વના ફલકમા નવા આયામો સર કરે તે માટે કેન્દ્ર અને રાજય સરકારના નેજા હેઠળ પ્રસાદ યોજના હેઠળ 90  કરોડથી પણ વધુ ખર્ચે ચાર પ્રોજેકટને મંજૂરી આપવામા આવી છે.

હાલમા પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગેસ્ટહાઉસ,  ભોજનાલય, પીવાના પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ, પાર્કિંગની સુવિધા, લાઇટ& સાઉન્ડ શો, ચોપાટી, ઓનલાઇન પૂજા-ધ્વજા-રૂમ, મંદીરમા એસી વગેરે સુવિધા કાર્યરત છે.

1) રૂ.25 કરોડના ખર્ચે આધુનીક કેવ મ્યુઝીયમનુ કામ ચાલી રહ્યુ છે. સોમનાથના વતઁમાન પાર્કિંગ સ્થળની બાજુમા એકી સાથે 1500 મોટર કાર અને 500 બાઇકો પાર્ક કરી શકાય તેવું પાર્કિંગ રૂ.20 કરોડના ખર્ચે બનશે.

2) અડધો દિવસનુ રોકાણ કરી દર્શન કરી પરત ફરવા માંગતા યાત્રીકો માટે ટીએફસી (ટુરીસ્ટ ફેસીલીટી કેન્દ્ર) રૂ.10 કરોડના ખર્ચે બનશે. સેન્ટરમાં ફ્રેસ થવાની સુવિધાઓ પણ ઉભી કરાશે.

3) દરિયા કિનારે બેસી અથવા વોકીંગ કરી લ્હાવો લઈ શકે તે માટે દરીયા કિનારાની બાજુમા મુંબઈના પ્રખ્યાત મરીન ડ્રાઇવ જેવો માર્ગ રૂ.60 કરોડના ખચેઁ બનશે.

4) યાત્રાળુઓ સાથે જે ઘનકચરાનો વધારો થાય છે તેમનુ પરિવર્તન કરી સોમનાથની જગ્યા પ્રદુષણ રહીત કરવી અને આ ઘન કચરામાથી ખાતર જેવી વસ્તુઓ બનાવવાનો પ્રોજેકટ પણ કાર્યરત કરાયો છે. તેમજ ઇન્ટરનેશનલ કક્ષાનુ એકવીરીયમ બનાવવા અંગેની કામગીરી પણ હાથ ધરાશે.

Related posts

જો RCEP લાગુ પડશે તો ભારતમાં ડેરી ઉધોગ ૨૦ વર્ષ પાછળ ધકેલાશે, પશુપાલકો થશે બરબાદ

Nilesh Jethva

અમદાવાદમાં ખોટા પુરાવાના આધારે આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Nilesh Jethva

આ છે દુનિયાના 10 સૌથી મોટા બ્રાંડની લિસ્ટ, જાણો શા માટે લિસ્ટની બહાર ગયું ફેસબુક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!