જો તમે લાંબા સમય સુધી બેસીને કામ કરો છો, તો થઈ જાવ સાવચેત

જો તમે લાંબા કલાકો સુધી સતત બેઠા બેઠા કામ કરો છો અને કોઈ પણ પ્રકારનો વિરામ લેતા નથી, તો આનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, સતત બેસીને કામ કરવાનું ઘટાડવા સૌથી અસરકારક અને વ્યવહારુ રીત કંઈ હોઈ શકે તે અંગે હજુ વધુ અભ્યાસ કરવાની જરૂર છે. આ માહિતી અમેરિકામાં રિયો ગ્રાન્ડે વેલીમાં ટેક્સાસ યુનિવર્સિટીના લિન્ડા ઇયાનેસે આપી હતી. ઇયાનેસે જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી બેસી રહેવાથી થતી ખરાબ અસર વિશે જાગૃતિ ફેલાવવા માં નર્સની ભૂમિકા ઘણી મહત્વની છે.

           તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી બેસીને કામ કરવું અને ઘણા ગંભીર રોગોના ભય વચ્ચે સીધો સંબંધ છે. કેટલાક લોકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે  તેઓ લાંબા સમય સુધી બેસીને કામ કર્યા બાદ વ્યાયામ કરીને આ નુકશાન સરભર કરી લે છે. પરંતુ અમેરિકન જર્નલ ઓફ નર્સિંગના કહેવા અનુસાર કોઈપણ કસરતની મદદથી લાંબા ગાળા માટે બેસીને કામ કરવાથી થયેલા નુકસાનમાં ઘટાડો કરી શકતો નથી.

            વધુ સમય માટે એક જ સ્થાને બેસીને કામ કરતા રહેવાથી હૃદયને જોખમ રહે છે. વિશ્વમાં કુલ મૃત્યુ પૈકી ૪% લોકોની મૃત્યુનું કારણ માત્ર એ હતું કે તેઓ એક દિવસમાં ૩ થી ૪ કલાક સુધી સતત બેસી રહેતા હતા. સતત બેસી રહેવું, ટીવી જોવું અથવા કમ્પ્યુટર પર લાંબા સમય માટે કામ કરવું અથવા સુતા સુતા તેની પર કામ કરવું એવા કામ પણ જોખમકારક હોઈ શકે છે. સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ હાનિકારક છે, જે હવે જીવલેણ પણ બની રહ્યું છે. જો તમે ૧  કાર્યને કારણે ૩ કલાક માટે  સતત ખુરશી પર બેસી કામ કરો છો, તો તે આરોગ્ય માટે ખતરનાક બની શકે છે.

        દુનિયાના ૫૪ દેશોમાં તાજેતરમાં થયેલા એક સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે, દુનિયામાં ૩.૮ ટકા લોકોના મૃત્યુનું કારણ ૩ કલાક કે તેથી વધુ સમય માટે સતત ખુરશી પર બેસી રહેવું છે. આનો અર્થ એ કે માત્ર આ ટેવને કારણે દર વર્ષે  ૪.૩૩ લાખ લોકો મૃત્યુ પામે તાજેતરમાં થયેલું આ સંશોધન અમેરિકન જર્નલ ઓફ પ્રિવેંટિવ મેડિસિનમાં પ્રકાશિત થયું હતું, જે સ્પેનની સાન જ્યોર્જ યુનિવર્સિટી જારાગોજા દ્વારા કરવામાં આવ્યું હતું.

        આ અભ્યાસમાં ચેર ઇફેક્ટ ને ધ્યાન માં રાખી વર્ષ ૨૦૦૩ અને ૨૦૧૧ની વચ્ચેના આંકડામાં થયેલો ફેરફાર જોવામાં આવ્યો.  

         સતત બેસી રહેવાને લીધે થતાં મૃત્યુ મોટાભાગે  યુરોપીયન દેશોમાં, મધ્ય પૂર્વીય દેશોમાં, અમેરિકા અને દક્ષિણ એશિયન દેશોમાં થયા હતા. લેબનોનમાં સૌથી વધુ ટકાવારી ૧૧.૬ ટકા, નેધરલેન્ડઝમાં ૭.૬ ટકા અને ડેનમાર્કમાં ૬.૯ ટકા છે. અભ્યાસમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો આપણે સતત બેસી રહેવાના સમયમાં બે-બે કલાક ઘટાડતા જઈએ, તો તે ત્રણ ગણા સુધી મૃત્યુના જોખમને ઘટાડી શકે છે. એટલે કે, આ જોખમમાં ૨.૩ ટકા સુધીનો ઘટાડો કરી શકાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter