GSTV
Life Relationship Trending

જો તમને પણ મળતાં હોય આવા સંકેત, તો સમજી લ્યો સંબંધમાં નથી રહ્યો પ્રેમ

કેટલાક સંબંધો શરૂઆતમાં ખૂબ ગમે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ સંબંધોમાંથી લાગણી લુપ્ત થઈ જાય છે. પાર્ટનર સાથે રહેવા છતા એકલતા સતાવે અને એકબીજા સાથે રહેવું બોજારુપ બની જાય. આવી સ્થિતિ સર્જાય ત્યારે સંબંધો પર પૂર્ણવિરામ મુકી દેવું જોઈએ. ક્યારે લેવો આ નિર્ણય જાણી લો તમે પણ.

પાર્ટનરનો ચીડિયો સ્વભાવ

જો પાર્ટનર તમારા દરેક કામથી ચીડવા લાગે અને વાત વાતમાં ઝઘડો થવા લાગે તો સમજી જવું કે ગડબડ થઈ છે. જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે સંબંધને પૂરાં કરી દેવા જોઈએ.

આત્મસમ્માન ઘટવું

સંબંધમાં એકબીજા પ્રત્યે સમ્માનની ભાવના હોવી જરૂરી છે. બંનેનું મહત્વ એક સમાન હોવું જરૂરી છે. જો પાર્ટનર તમને વાત વાતમાં ઉતારી પાડે તો તેવા સંબંધમાં લાગણી હોતી નથી અને તેવા સમયે સંબંધમાંથી બહાર આવી જવા નિર્ણય લઈ લેવો.

દરેક વસ્તુને સાબિત કરવી

વારંવાર પોતાની જાતને સાચી સાબિત કરવી મોટો પડકાર બની જાય છે. જો સંબંધોમાં પ્રેમ હોય તો કશું સાબિત કરવું પડતું નથી. પરંતુ પ્રેમ ન હોય તો પાર્ટનરને દરેક વાત ખટકવા લાગે છે. 

સંબંધમાં બચી હોય માત્ર સુખદ યાદ

જ્યારે તમારે વિચારવું પડે કે એક સમય હતો જ્યારે તમે એકબીજા સાથે ખુશ હતા, ફરવા જતા, ઉત્સાહ રહેતો ત્યારે સંબંધની સ્થિતિ બદલાઈ ગઈ છે તેમ સમજી લેવું. સંબંધમાં ખુશ થવા માટે યાદોનો સહારો લેવો પડે ત્યારે સંબંધને તોડી અને આગળ વધી જવું.

Read also

Related posts

લાંબા આયુષ્ય માટે ફિટ અને સ્વસ્થ રહેવા માટે મહિલાઓએ આ સારી આદતોનું પાલન કરવું જોઈએ, બીમારીઓ રહેશે દૂર

Hina Vaja

VIDEO: રાજકોટમાં નબીરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, કારની સીટના બદલે દરવાજા પર બેસીને સીન-સપાટા કરતો મળ્યો જોવા

pratikshah

ઉત્તરાખંડની ટનલ દૂર્ઘટના: 41 મજૂર ક્યાર સુધી ઘરે જઇ શકશે? AIIMSએ સ્વાસ્થ્યની સ્થિતિ સાથે આપી જાણકારી

Moshin Tunvar
GSTV