GSTV
Home » News » “જે પણ “પદ્માવત” ફિલ્મ જોવા જાય તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહે”, જુઓ કોણે કહ્યું?

“જે પણ “પદ્માવત” ફિલ્મ જોવા જાય તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહે”, જુઓ કોણે કહ્યું?

સુપ્રીમ કોર્ટ ભલે ગુજરાત સહિતના રાજ્યોમાંથી પદ્માવત ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવી દીધો પરંતુ રાજકોટમાં કરણી સેનાના તેવર યથાવત છે. તેમણે જે કોઈ વ્યક્તિ થિયેટરમાં ફિલ્મ જોવા જશે તેમણે પરિણામની તૈયારી રાખવી પડશે તેવી ચેતવણી આપી છે.

સુપ્રીમ કોર્ટે આ અભિવ્યક્તિની સ્વતંત્રનો મામલો છે. ફિલ્મની રિલીઝ થતા ન રોકી શકાય. તેમજ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવી રાજ્ય સરકારની જવાબદારી છે. તે રાજ્યોની બંધારણીય જવાબદારી હોવાનું કહ્યુ છે.જોકે કરણી સેનાએ જે વ્યક્તિ થિયેટરમાં ફિલ્મ જોવા જશે કે ફિલ્મ રિલિઝ કરવા સાથે સંકળાશે તો તેમની સામે કાર્યવાહી થશે.

બોલિવૂડ ફિલ્મ પદ્માવત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપતા જણાવ્યુ કે દેશના કોઈપણ રાજ્યમાં ફિલ્મ પદ્માવત પર પ્રતિબંધ મુકવામાં નહીં આવે. તમામ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવીએ સરકારની જબાદારી છે. જે ચાર રાજ્યોમાં ફિલ્મ પદ્માવત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તેને ગૈરબંધારણીય ગણવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ નિર્માતાઓનો પક્ષ હરીશ સાલ્વેએ રાખ્યો. તેમણે કોર્ટમાં જણાવ્યુ કે સેન્સર બોર્ડ દ્વારા દેશમાં ફિલ્મને રિલીઝ કરવા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તો પણ કેટલાક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે ગૈરબંધારણીય છે.

કોર્ટે સુનાવણી કરતા આદેશ આપ્યો કે રાજ્યમાં કાયદાની જાળવણી કરવી એ રાજ્ય સરકારની જવાબદારી છે. બંધારણનઆ આર્ટિકલ 21 હેઠળ તમામ લોલોને જીવન જીવવાનો અને સ્વતંત્રતાનો અધિકાર છે.  સુપ્રીમ કોર્ટની બેંચે તમામ રાજ્યોના નોટિફિકેશનને ખોટા ઠેરવી તેના પર રોક લગાવી છે.

Related posts

ચિદંબરમના બહાને અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવી રહી છે મોદી સરકાર : કોંગ્રેસનો આક્ષેપ

Bansari

ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીની જળસપાટીમાં થયો ધરખમ વધારો

Bansari

હેમંત ચૌહાણે કરેલા ખુલાસાથી ભાજપ બેકફૂટ પર, સભ્ય નોંધણી અભિયાનનાં લીરે-લીરાં ઉડ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!