GSTV
Gujarat Government Advertisement

જુન મહિના સુધીમાં ભારતમાં રસીના 51 કરોડ ડોઝ લોકોને અપાઈ ચુકયા હશે, મહામારી સામે લડતમાં રહેશે મહત્વનું

રસી

Last Updated on May 16, 2021 by pratik shah

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, ભારતમાં જુલાઈના અંતસુધીમાં 51.6 કરોડ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ અપાઈ ચૂક્યો હશે. ભારતમાં અત્યારસુધી 18 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. હર્ષવર્ધને ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે ચર્ચા દરમિયાન કહ્યું કે- વેક્સિનની સતત વધતી માંગ વચ્ચે ઉત્પાદન વધારવામા આવી રહ્યું છે. જે વેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે તે સમાન પ્રમાણમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સપ્લાઈ કરવામા આવી રહી છે.

ભારતમાં સ્પુતનિક-5 વેક્સિનને મંજૂરી અપાઈ

હાલમાં જ ભારતમાં સ્પુતનિક-5 વેક્સિનને મંજૂરી અપાઈ છે. હર્ષવર્ધને સાથે કહ્યું કે, ઝાયડસ કેડિલાની વેક્સિન, સીરમ ઈન્સ્ટિટ્યૂટની નોવાવૈક્સ વેક્સિન, ભારત બાયોટેકની નેજલ વેક્સિન અને જેનોવા એમઆરએનએની વેક્સિનની મંજૂરી આપવાની બાકી છે. જે પછી ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે કોરોના વેક્સિનના ડોઝની ઉપલબ્ધતા 216 કરોડ ડોઝની થઈ જશે.

રાજ્યોને એક સમાન રીતે વહેંચવામાં આવી

બીજી તરફ જે વેક્સીન હાલમાં બની રહી છે તેને રાજ્યોને એક સમાન રીતે વહેંચવામાં આવી રહી છે.જુલાઈ સુધીમાં ભારતમાં વેક્સીનના 51 કરોડ ડોઝ આપવામાં આવી ચુકયા હશે.તેમાં અત્યાર સુધી અપાયેલા 18 કરોડ ડોઝ સામેલ છે.રશિયાની સ્પુતનિક વી રસીને મંજૂરી આપી ચુકાઈ છે.ઝાયડસ કેડિલા, સીરમ ઈન્સ્ટિટ્યુટની નોવાવેક્સ, જેનોવાની નવી વેક્સીન અને ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને મંજૂરી આપવાની બાકી છે.એ પછી ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે કોરોના વેક્સીનના 216 કરોડ ડોઝ અવેલેબલ હશે.

ઉલ્લેખનીય છે કે, રશિયાની સ્પુતનિક વેક્સીનની બીજી ખેપ પણ આજે ભારત આવી પહોંચી છે.રશિયાની વેક્સીનને તાજેતરમાં જ સરકારે મંજૂરી આપી છે.જે ઓપન માર્કેટમાં મળશે અને તેના એક ડોઝની કિંમત લગભગ 1000 રુપિયા રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari

ડ્રેગનની ચાલ / ચીની સૈનિકોના કારણે સરહદ પર તણાવ, ભારતે ખોલી ચીનની પોલ

Zainul Ansari

ધર્માંતરણ કેસ / ઉમર ગૌતમનું ઝાકિર નાઇક સાથેનું કનેક્શન આવ્યું સામે, UP ATSને મળી 33 લોકોની યાદી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!