મંગળવારે પોલીસની સાપ્તાહિક સુનાવણી દરમ્યાન એ મહિલાએ બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે હજી કેસ નોંધવાનો બાકી છે.
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ૩૮ વર્ષની એક મહિલાએ જુગારી પતિએ મહિલાને જુગારમાં હારી ગયા પછી બે જણે બળાત્કાર કર્યો હોવાનો આરોપ એ મહિલાએ પોલીસ ફરીયાદમાં મુક્યો છે.
ફરીયાદી મહિલાએ એવો આરોપ મુક્યો હતો કે, ‘કેટલાક વખત પહેલા તેના પતિએ તેને જુગારમાં બે જણ પાસે દાવમાં મુકી હતી અને એમાં તેનો પતિ દાવ હારી ગયો હતો. એ બે જણે પછીથી જુગારમાં તારા પતિ પાસેથી અમે તને જીત્યા છીએ એવું કહીને મારા પર બળાત્કાર કર્યો હતો. એ ઘટના પછી હું મારા પતિથી જુદી રહું છું, પરંતુ પતિ અને તેના પેલા બે જુગારી મિત્રો મને સતત પરેશાન કરે છે.’
મહિલાપોલીસ મથકમાં આની ફરીયાદના અનુસંધાનમાં તમામ વ્યકિતઓને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવવા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.