GSTV
Home » News » જીગ્નેશ મેવાણીની ખંભીસર ગામે મુલાકાત, ‘દિલ્હી સુધી લડત ચલાવીશું’

જીગ્નેશ મેવાણીની ખંભીસર ગામે મુલાકાત, ‘દિલ્હી સુધી લડત ચલાવીશું’

મોડાસાના ખંભીસર ગામે દલિતના વરઘોડામાં પથ્થરમારાની ઘટના પર ધરપકડનો દોર શરૂ થયો છે. બીજીતરફ, દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખંભીસર ગામની મુલાકાત લીધી.અને આ મુદ્દે ન્યાય માટે દિલ્હી સુધી લડત ચલાવવાની તૈયારી દર્શાવી હતી. જિગ્નેશ મેવાણીએ આજે વરઘોડાના બહિષ્કાર બહિષ્કારનો ભોગ બનેલા પરિવાર સાથે મુલાકાત કરી હતી.અને પોલીસ પર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, અરવલ્લી પોલીસ દલિત વિરોધી માનસિકતા સાથે વર્તી રહી છે. તેઓએ સમગ્ર ઘટના પર રેન્જ આઈજી અને એસપી સિવાય અન્ય ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી માંગ કરી છે.

આ તરફ પોલીસ દ્વારા જે ફરિયાદ કરાઈ છે એમાં ધરપકડનો દોર શરુ કરાયો છે. ગામના પટેલ સમાજના બે યુવાનોની ધરપકડ કરાઈ છે. જ્યારે કે ધરપકડની બીકે ખંભીસર ગામના અન્ય યુવાનો અન્ડરગ્રાઉન્ડ થઇ ગયા છે. ડીવાયએસપી ફાલ્ગુની પટેલની 23 તારીખ સુધી આચારસંહિતા હોવાથી બદલી થઈ શકે તેમ નથી. 23 તારીખ બાદ ફાલ્ગુની પટેલની બદલી નહિ થાય તો આંદોલનો થશે. ન્યાયની બાબતમાં કોઈ જ સમાધાન કરવામાં આવશે નહિ.

READ ALSO

Related posts

પંજાબમાં ભારે વરસાદને પગલે અનેક લોકો પાણીમાં ફસાયા, આર્મી આવી મદદે

Nilesh Jethva

ભુતાનમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આવ્યા બીજા એક મોદી, સર્જાયુ કુતૂહલ

Kaushik Bavishi

વડોદરામાં યુવકે બેફામ કાર હંકારી ચાર લોકોને અડફેટે લીધા, બાદમાં લોકોએ ચખાડ્યો મેથીપાક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!