GSTV
Home » News » જિનપિંગને રાષ્ટ્રપ્રમુખ તરીકેની બીજી ટર્મ મળે તેવી શક્યતા

જિનપિંગને રાષ્ટ્રપ્રમુખ તરીકેની બીજી ટર્મ મળે તેવી શક્યતા

દર પાંચ વર્ષે દુનિયાની નજર ચીનમાં યોજાનારી સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસ પર મંડાયેલી રહે છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની કોંગ્રેસમાં નક્કી કરવામાં આવે છે કે, પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે? જેના હાથમાં કમ્યુનિસ્ટ પાર્ટીની કમાન હોય છે, તે ચીનના 1.30 અબજ લોકો પર શાસન કરે છે. તેની સાથે આ શખ્સ દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું સંચાલન પણ કરે છે.

ચીનમાં સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીની 19મી કોંગ્રેસની બેઠક 18 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ કોંગ્રેસમાં કમ્યુનિસ્ટ પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની આશા સેવાઈ રહી છે. જો કે આ વખતે વ્યાપક સ્તર પર માનવામાં આવે છે કે શી જિનપિંગને ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકેનો બીજો કાર્યકાળ મળે તેવી પ્રબળ શક્યતા છે.

ચીનમાં સિંગલ પાર્ટી સિસ્ટમ હેઠળ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના એટલે કે સીપીસીની એક અનોખી કાર્યપદ્ધતિ છે. ઓક્ટોબરના મધ્યમાં સીપીસી પ્રતિનિધિઓની દેશવ્યાપી નિમણૂકો કરે છે. ત્યારબાદ બીજિંગના ગ્રેટ હૉલમાં બેઠક થાય છે. સીપીસીના 2300 પ્રતિનિધિઓ છે. જો કે, 2287 પ્રતિનિધિઓ જ સીપીસીની બેઠકમાં સામેલ થવાના છે. અહેવાલો પ્રમાણે, 13 પ્રતિનિધિઓને અયોગ્ય વ્યવહારને કારણે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

બંધ દરવાજાની અંદર સીપીસી શક્તિશાળી સેન્ટ્રલ કમિટીની પસંદગી કરશે. સેન્ટ્રલ કમિટીમાં લગભગ 200 સદસ્ય હોય છે. સીપીસીની સેન્ટ્રલ કમિટી જ પોલિત બ્યૂરોની પસંદગી કરે છે અને પોલિત બ્યૂરો દ્વારા સ્થાયી સમિતિની પસંદગી કરવામાં આવે છે. આ બંને કમિટીઓ નિર્ણય પ્રક્રિયા કરનારી અસલી સંસ્થાઓ છે. હાલ સીપીસીના પોલિત બ્યૂરોમાં 24 સદસ્યો છે. જ્યારે તેની સ્ટેન્ડિંગ કમિટીમાં સાત સદસ્યો છે. જોકે, સદસ્યોની સંખ્યામાં ફેરફાર થતા રહે છે. કહેવા માટે તો વોટિંગ થાય છે. પરંતુ હકીકતમાં હાલના નેતૃત્વમાં મોટાભાગના લોકો પહેલા જ નિર્ધારીત કરી લેવામાં આવતા હોય છે. કમિટી માત્ર ફરમાનોનું પાલન કરે છે.

સેન્ટ્રલ કમિટી પાર્ટીના ટોચના નેતાઓની પણ ચૂંટણી કરે છે. મહાસચિવ સીપીસીના ટોચના નેતા હોય છે અને તેમને જ ચીનના રાષ્ટ્રપ્રમુખ પણ બનાવવામાં આવે છે. આ વખતે કહેવામાં આવે છે કે જિનપિંગ ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકે યથાવત રહેશે.

Related posts

30 વર્ષ સુધી મિસ્ત્ર પર શાસન કરનારા રાષ્ટ્રપતિનું નિધન, વર્ષો સુધી જેલમાં જીવન ગુજાર્યુ

Pravin Makwana

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપના નિવેદનની પાકિસ્તાન પર અસર, વિદેશ મંત્રીએ કહ્યુ કે…

Ankita Trada

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!